GSTV
Business ટોપ સ્ટોરી

બિગ બુલનું ટેકઓફ / આકાશમાં દેખાશે અકાસા એર, ઝુનઝુનવાલાની કંપનીને DGCAની લીલીઝંડી

કોરોના કાળમાં સૌથી મોટો ફટકો એવિએશન સેક્ટરને પડ્યો છે આ સ્થિત વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શેરબજારના બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાની અકાસા એર હવે ટેક ઓફ કરવા માટે તૈયાર છે. DGCAએ અકાસા એરને ઉડાન માટે એર ઓપરેટર પ્રમાણપત્ર આપી દીધું છે. નોંધનીય છે કે, જુલાઈના અંત સુધી કોમર્શિયલ ફ્લાઇટ શરૂ કરી શકે છે. અકાસા એરે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.

ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિશન (DGCA) એર ઓપરેટર પરમિટ માટે અરજી કરી હતી. આ માટે પ્રોવિંગ ફ્લાઈટમાં ડીજીસીએના અધિકારીઓ સાથે એરલાઈન અધિકારીઓ મુસાફર કરી હતી એટલું જ નહીં કેબિન ક્રુના સભ્યો પણ ફ્લાઈટમાં હાજર હતા.

ઉલ્લેખનીય છે કે, 21 જૂન 2022ના રોજ અકાસા એરનું પ્રથમ એરક્રાફ્ટ બોઇંગ 737 મેક્સ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું હતું. આ વિમાન 16 જૂને અમેરિકાના સિએટલમાં અકાસા એરને સોંપવામાં આવ્યું હતું. આ 72 બોઇંગ 737 MAX પ્લેનની પ્રથમ ડિલિવરી છે જે અકાસા એર દ્વારા ગયા નવેમ્બરમાં બોઇંગને ઓર્ડર કરવામાં આવી હતી.

રિસાયકલ પોલિએસ્ટર ફેબ્રિકથી બનાવવામાં આવ્યો ક્રૂ યુનિફોર્મ

અકાસા એરે પોતાના ક્રૂ યુનિફોર્મનો ફર્સ્ટ લૂક જારી કરતા કહ્યું કે, પ્રથમ ભારતીય એરલાઇન છે જેને કસ્ટમ ટ્રાઉઝર અને જેકેટ્સ રજૂ કર્યા છે. તેમજ અકાસા એરના ક્રૂ મેમ્બરો માટે બનાવેલા કપડાં ઇકો-ફ્રેન્ડલી છે. આ ડ્રેસ રિસાયકલ પોલિએસ્ટર ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યા છે.

READ ASLO

Related posts

ગુજરાત ATSની કાર્યવાહી / જાણો ગુપ્ત ઓપરેશનમાં પકડાયેલી મહિલાના ઘરેથી શું મળ્યું?, 4એ શખ્સો દરિયાઈ માર્ગે રફુચક્કર થાય એ પહેલા જ ઝડપાયા

Kaushal Pancholi

Cyclone Biparjoy / વાવાઝોડું બિપરજોય પોરબંદરના દરિયાકાંઠાથી માત્ર આટલા કિમી જ દૂર, CM પટેલે 13 જિલ્લાઓના કલેક્ટરોને એલર્ટ રહેવા કહ્યું

Kaushal Pancholi

TRAIN ACCIDENT: બાલાસોરમાં માલગાડીના ડબ્બામાં લાગી આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર

Padma Patel
GSTV