મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે જે હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. ભાજપે ફ્લોર ટેસ્ટની માંગ કરી છે જેના પગલે શિવસેનાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરિણામે ફ્લોર ટેસ્ટ મામલે 3 કલાકથી વધુ સમય સુધી વકીલોએ દલીલો રજૂ કરી હતી જે બાદ સુપ્રીમકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવતીકાલે સવારે 11 વાગ્યે ફ્લોર ટેસ્ટ થવાનો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે. સીએમએ કહ્યું હતું કે કોર્ટના નિર્ણય બાદ જ તેઓ આગળની રણનીતિ બનાવવાના છે.

બીજી બાજુ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠક બોલાવી હતી જેમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારે ઔરંગાબાદનું નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. ઔરંગાબાદ હવે સંભાજી નગર તરીકે ઓળખાશે. બુધવારે બોલાવવામાં આવેલી કેબિનેટની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય ફ્લોર ટેસ્ટનો આવશે તો ઉદ્ધવ ઠાકરે સામનો કરશે નહીં અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આપી શકે છે રાજીનામું તેમ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
Supreme Court gives go ahead to the floor test in the Maharashtra Assembly tomorrow; says we are not staying tomorrow's floor test. pic.twitter.com/neYAIftfWe
— ANI (@ANI) June 29, 2022
નોંધનીય છે કે, ફ્લોર ટેસ્ટની માંગ ભાજપ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોએ ઉઠાવી હતી. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ મળ્યા હતા. બીજી તરફ, એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો આજે સાંજ અથવા આવતીકાલે મુંબઈ પરત ફરી શકે છે. શિંદેએ કહ્યું છે કે તેઓ આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આવતીકાલે એટલે કે 30 જૂને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે.
READ ALSO
- ફૂટબોલના રસ્તા પર ચાલી રહ્યું છે ક્રિકેટ, કપિલ દેવને સતાવી રહી છે આ વાતની ચિંતા
- હિંદુ ધર્મમાં પવિત્ર પ્રતિક મનાતા સ્વસ્તિક પર ઓસ્ટ્રેલિયાએ મૂક્યો પ્રતિબંધ, કેનેડાએ અગાઉ આ બાબતે માગવી પડી હતી માફી
- સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ
- ટાર્ગેટ કિલિંગ/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બે કાશ્મીરી હિંદુ ભાઇઓ પર અંધાધૂંધ વરસાવી ગોળીઓ, એકનું મોત
- કેટલીક સરકારો જાણીજોઈને સરકારી શાળાઓ અને હૉસ્પિટલોને બરબાદ કરે છે