જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે આતંકવાદીઓએ ફરી એકવાર આતંકી હુમલો કર્યો છે જેમાં એક પોલીસકર્મીની હત્યા કરવામાં આવી છે. આ ઘટના અચાર સોરા વિસ્તારમાં બની છે હુમલાની પુષ્ટિ કરતા એક પોલીસ અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓએ હોસ્પિટલમાં એક પોલીસકર્મી પર ગોળીબાર કર્યો. આ હુમલામાં તેમની પુત્રી પણ ઘાયલ થઈ છે. પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ સૌરા વિસ્તારના મલિક સાબના રહેવાસી પોલીસકર્મી મોહમ્મદ સૈયદ કાદરીના પુત્ર સૈફુલ્લા કાદરી પર ગોળીબાર કરવામાં આવ્યો છે.

Terrorist fired upon one policeman Saifullah Qadri S/o Mohd Syed Qadri, R/o Malik Saab, in Soura (Anchar) area. He is critically injured. His daughter also got injured.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) May 24, 2022
નોંધનીય છે કે, આતંકીઓએ 2 દિવસ પહેલા 22 મેના રોજ અમરનાથ યાત્રાને લઈને ધમકી આપી હતી. આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ ધમકી પત્ર જારી કર્યો હતો. પત્રમાં આતંકવાદી સંગઠન વતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું. સંગઠન તરફથી કહેવામાં આવ્યું હતું કે તેઓ યાત્રાના વિરોધમાં નથી, પરંતુ જ્યાં સુધી તેઓ કાશ્મીર મુદ્દા સાથે નહીં જોડાય ત્યાં સુધી યાત્રાળુઓ સુરક્ષિત છે.
Read Also
- આશ્ચર્ય! Aunty કહેવા પર હોટલ માલિકે લગાવ્યું એક મોટું બોર્ડ, લખ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ મને “આંટી” કહેવાનું બંધ કરે
- ફળ અને શાકભાજીની છાલથી થશે પરફેક્ત સ્કીન કેર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
- શું આમિર ખાન સાથે કામ કરવા જઈ રહી છે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ? સામે આવી તસવીર
- ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલ છે તમારા ધનનું કનેક્શન, લગાવો આ 5 વસ્તુ તો ઘર રહેશે સમૃદ્ધ
- સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા