GSTV
India News ટોપ સ્ટોરી

BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે

મહારાષ્ટ્રમાં રાજ્યપાલે આપેલા ફ્લોર ટેસ્ટના આદેશ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન શિવસેના તરફથી સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. અભિષેક મનુ સિંઘવીએ ફ્લોર ટેસ્ટ પર આપત્તિ વ્યક્ત કરતા દલીલ કરી કે 16 ધારાસભ્યોને 21 જૂને જ અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. સુપ્રીમકોર્ટ 9 વાગ્યે મહત્વનો ચુકાદો સંભળાવશે.

ફ્લોર ટેસ્ટ મામલે 3 કલાકથી વધુ સમય સુધી વકીલોએ દલીલો રજૂ કરી છે. જે બાદ સુપ્રીમકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને આજે રાત્રે 9 વાગ્યે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર ચુકાદો સંભળાવશે. નોંધનીય છે કે, આ સમગ્ર મામલામાં શિવસેના વતી અભિષેક મનુ સિંઘવીએ જ્યારે શિંદે જૂથ વતી નીરજ કિશન કૌલે કોર્ટમાં દલીલો કરી હતી.

બીજી બાજુ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારે મોટું ‘હિંદુત્વ કાર્ડ’ ખેલ્યું છે. ઉદ્ધવ સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. હવે ઔરંગાબાદને ‘સંભાજી નગર’ અને ઉસ્માનાબાદને ‘ધારાશિવ’ તરીકે ઓળખવામાં આવશે.

નોંધનીય છે કે, શિવસેના છેલ્લા ઘણા સમયથી ઔરંગાબાદનું નામ સંભાજી નગર રાખવાની માંગ કરી રહી હતી એટલું જ નહી ઉદ્ધવ ઠાકરે ઘણીવાર ઔરંગાબાદને સંભાજી નગર કહીને સંબોધતા હતા. જો કે, કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવ્યા પછી, શિવસેનાની આ બંને મુદ્દે કોંગ્રેસનું સમર્થન મળી રહ્યું ન હતું. પરંતુ હવે જ્યારે મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી ચાલી રહી છે અને ઉદ્ધવ ઠાકરે પર હિન્દુત્વને સાઈડલાઈન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે સરકારે આ બે સ્થળોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે.

READ ALSO

Related posts

મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ

Bansari Gohel

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed

પૂરની સ્થિતિ/ નર્મદા નદીમાં પાણી છોડાતા ચાંદોદમાં રાત્રે વાગ્યુ સાયરન, ફફડીને લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા

Bansari Gohel
GSTV