GSTV

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

Last Updated on October 22, 2021 by pratik shah

રશિયાના એક કેમિકલ પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ અત્યારસુધી 16 લોકોના મોત નિપજ્યાના અહેવાલ સામે આવ્યા છે. આ આગ મોસ્કો(Moscow) ના દક્ષિણપૂર્વ સ્થિત એક પ્લાન્ટમાં લાગી હતી, જ્યાં વિસ્ફોટકની સાથે સાથે હથિયાર બનાવવામાં આવે છે. ઘણા લોકો ગાયબ હોવાના પણ અહેવાલ છે, રશિયાના સોશિયલ મીડિયા પર આ ભયાનક દુર્ઘટનામાં પણ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં મોસ્કોથી 300 કિમી દૂર જંગલમાં લેસનોએ ગામની ફેક્ટ્રીમાં ઘણી કારોમાં પણ આગ લાગવાની ઘટના દેખાઈ રહી છે.

આગના કારણે 17 લોકો ઘાયલ પણ થયા

ઈમરજન્સી મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ આગના કારણે 17 લોકો ઘાયલ પણ થયા છે, એક ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કે 9 લોકો વિશે વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ પહેલા એ પણ કહેવામાં આવ્યું છે કે રિયાજાન ક્ષેત્રમાં પીજીયૂપી ઈસ્લાસ્ટિક ફેક્ટ્રી (PGUP Elastic factory)માં ટેકનીકલ પ્રક્રિયાઓ અને સુરક્ષા ઉપાયોના ઉલ્લંઘનના કારણે આગ લાગી શકે છે. આ પ્લાન્ટની વેબસાઈટના જણાવ્યા અનુસાર આ નાગરીક વપરાશની સાથે સાથે ઉદ્યોગિક વિસ્ફોટકોનું ઉત્પાદન કરી શકે છે, પરંતુ રક્ષા ક્ષેત્ર માટે બોમ્બ વિસ્ફોટકોની સાથે સાથે સબમરીન માટે ગેસ જનરેટરનું પણ નિર્માણ કરવામાં આવે છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!