ગુજરાતના રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી બાદ ચર્ચાએ ચડેલા નવા સીપીના નામને આખરે મ્હોર વાગી ગઈ છે. રાજુ ભાર્ગવ હવે રાજકોટના નવા સી.પી. બન્યા છે. પાંચ જેટલા આઈપીએસ ઓફિસરના નામ રાજકોટ સી.પી. તરીકે ચર્ચામાં હતા. જેમાં રાજુ ભાર્ગવનું નામ આજે ફાઈનલ જાહેર થયું છે. રાજકોટમાં બે મહિના કરતાં વધુ સમયથી ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ખુરશીદ અહમદ કાર્યરત છે ત્યારે શહેરના ઈતિહાસમાં ક્યારેય એવું બન્યું નથી કે આટલા સમય સુધી કાયમી પોલીસ કમિશનર ન હોય !

મનોજ અગ્રવાલની બદલી થયા બાદ રાજકોટમાં છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ઈન્ચાર્જ પોલીસ કમિશ્નરથી કામગીરી કરવામાં આવી રહી હતી. રાજકોટ શહેર કમિશ્નર અગ્રવાલ કે ક્રાઈમ બ્રાન્ચ સામે અગાઉ કોઈ કથિત કમિશનકાંડ કે જમીનોના હવાલાઓના કામો કર્યાના આક્ષેપો ન હતા અને ઓનપેપર રાજકોટ પોલીસ સી.પી.ની છબી પૂર્વ સી.એમ. કાળમાં ઉજળી હતી. જો કે સી.એમ. ચેન્જ થયા સરકારનો તખ્તો બદલાયા બાદ ચિત્રપણ બદલાઈ ગયું હતું. હવે રાજુ ભાર્ગવના શીરે રાજકોટની જવાબદારી આવી છે.
ગૃહ વિભાગમાં એડિશનલ ડીજી તરીકે રાજુ ભાર્ગવ હાલમાં કાર્યરત હતા. આઇપીએસ રાજુ ભાર્ગવ ગુજરાતના મહત્વના જિલ્લા જેવા કે પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં એસપી તરીકે રહી ચુક્યા છે. પોલીસ ભવનમાં તેઓ ડીઆઇજી લો એન્ડ ઓર્ડર તરીકે પણ કાર્ય કરી ચુક્યા છે. ગુજરાત કેડરના 1995 બેંચના સીનિયર આઇપીએસ અધિકારી રાજુ ભાર્ગવ કેન્દ્રમાંથી પ્રતિનિયુક્તી પર ગયા હતા. જેઓ નક્સલ પ્રભાવિત છત્તીસગઢમાં સીઆરપીએફના કોબ્રા કમાન્ડોના વડા પણ હતા અને છત્તીસગઢમાં ત્રણ ઓપરેશન પણ હાથ ધર્યા હતા. રાજકોટમાં ડીસીપી ક્રાઈમ, ડીસીપી ટ્રાફિકની જગ્યા વર્ષોથી ખાલી પડી હતી. જો કે રાજકોટમાં ‘તોડકાંડ’ આકાર લઈ ગયા બાદ સરકાર દ્વારા તાત્કાલિક ડીસીપી ક્રાઈમની જગ્યા ભરી દેવામાં આવી હતી. જેમાં ડીસીપી ક્રાઈમ તરીકે રાજકોટમાં મહેસાણાના એસપી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલને મુકવામાં આવ્યા હતા.

75 લાખ રૂપિયાના કથિત ‘તોડકાંડ’ને કારણે આખા રાજ્યમાં રાજકોટ પોલીસની બદનામી થઈ હતી. વિવાદો વધે એ પહેલાં તાત્કાલિન રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરી નાખવામાં આવી છે તો પીઆઈ, પીએસઆઈ અને એક કોન્સ્ટેબલને આ મામલે દોષિત ગણી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હવે રાજુ ભાર્ગવનું આખરે નામ ફાયનલ થઈ જતાં ઈન્ચાર્જથી ચાલતી આ જગ્યા ભરાઈ ગઈ છે.
Read Also
- વજન ઘટાડી પાતળી કમરના માલિક બનવું હોય તો આ શાકભાજી ખાવાનું ચાલુ કરી દો, બસ જાણી લો ખાવાનો યોગ્ય પ્રકાર
- એકબીજા પર બોજ બન્યા વિના તમારા સંબંધને બનાવો મજબૂત, ઇન્ટરડિપેન્ડેન્ટ રિલેશનશિપ માટે ફોલો કરો આ 5 ટિપ્સ
- પાર્ટનરને સરપ્રાઈઝ આપતી વખતે ક્યારેય ના કરશો આ 5 ભૂલ, નહીતર બગડી શકે છે સંબંધ
- મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ
- વંદે ગુજરાતમાં અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ખબર છે કે ફરી મંત્રી નથી બનવાના