GSTV

BIG BREAKING: પોનોગ્રાફી કેસ મામલે બિઝનેસમેન રાજકુંન્દ્રાને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન

Last Updated on September 20, 2021 by pratik shah

પોનોગ્રાફી કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આ કેસમાં આરોપી બિઝનેસમેન રાજકુંન્દ્રાને સૌથી મોટી રાહત મળી છે. મેજીસેટ્રેટ કોર્ટે 50 હજારની સામાન્ય રકમ પર જામીન આપ્યા છે, તમને જણાવી દઈએ કે કેસમાં બોલિવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજકુંન્દ્રાની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.રાજ કુંન્દ્રા છેલ્લા બે મહિનાથી જેલમાં હતો.

રાજ કુન્દ્રાની સાથે રયાન થોર્પેને પણ જામીન મળ્યા છે. ઉલ્લેખનીય છે કે રયાન થોર્પે રાજ કુન્દ્રાની સાથે કામ કરતો હતો. તમને જમાવી દઈએ કે અશ્લીલ કન્ટેન્ટ પીરસવા મામલે મુંબઈ પોલીસે રાજકુન્દ્રા અને તેના સાથીદારની ધરપકડ કરી હતી. ધરપકડ થયા પછી સમગ્ર બોલિવુડમાં પણ ભારે ચર્ચા થઈ રહી હતી.

આ અગાઉ મુંબઈ પોલીસે માહિતી શેર કરી હતી કે ચાર્ટશીટમાં 43 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. આ 43 સાક્ષીઓમાં રાજ કુન્દ્રાની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને શર્લિન ચોપરા છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં એક સમાચાર અનુસાર, શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસને કહ્યું છે કે તે પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત હતી, રાજ કુન્દ્રા શું કરી રહ્યા હતા તે ખબર નહોતી.

શિલ્પા શેટ્ટી

શિલ્પાએ કહ્યું કે મને Hotshots કે Bollyfame એપ્સ વિશે ખબર નથી. હું મારા કામમાં ખૂબ જ વ્યસ્ત હતો અને તેથી કુંદ્રા શું કરી રહ્યો છે તેની મને જાણ નહોતી.પોલીસે ચાર્જશીટમાં દાવો કર્યો છે કે કુન્દ્રાએ અશ્લીલ વીડિયો રેકેટના દૈનિક કામકાજ માટે વિયાન ઇન્ડસ્ટ્રીઝની મુંબઈ ઓફિસનો ઉપયોગ કર્યો હતો.

મુંબઈ પોલીસનું કહેવું છે કે Hotshots કે Bollyfame એવી એપ્લીકેશન્સ હતી જેના દ્વારા આરોપીઓએ અશ્લીલ સામગ્રી ઓનલાઈન અપલોડ કરી હતી. શિલ્પા શેટ્ટી ઉપરાંત, કુંદ્રા અને થોર્પે સામે કેસ સાબિત કરવા માટે 42 વધુ સાક્ષીઓના નિવેદન છે, જેમાંથી કેટલાક મેજિસ્ટ્રેટ સમક્ષ છે.

વ્હોટ્સઅપ ગ્રુપની ચેટ સામે આવી હતી

આ કેસમાં પહેલા એક વ્હોટેસઅપ ગ્રુપની ચેટ સામે આવી હતી. આ ગ્રુપનું નામ H એકાઉન્ટ્સથી હતું. ગ્રુપનો એડમિન રાજકુંન્દ્રા હતા. રિપોર્ટસ મુજબ આ ગ્રુપમાં મોડલ્સના પેમેન્ટથી લઈને રેવન્યુ સુધીની વાતચીત થતી હતી.

READ ALSO

Related posts

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

સાહિત્ય પરિષદમાં વિવાદ / મહામંત્રીની કામગીરી સામે વિરોધ : અનેક સભ્યો નારાજ, રાજીનામા પડ્યાં અને પડવાની તૈયારીમાં..

Lalit Khambhayata
Do NOT follow this link or you will be banned from the site!