GSTV

BIG BREAKING/ નીતીન પટેલને નહીં મળે કેબિનેટમાં સ્થાન : રૂપાણી સરકારના સીનિયરો થશે ઘરભેગા, આ 12 યુવા નેતાઓને લોટરી લાગશે

bhupendra-patel-new-team-list

Last Updated on September 14, 2021 by Pritesh Mehta

ગુજરાતને નવા નાથ મળી ગયા છે. ગત રોજ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજભવનમાં નિર્ધારિત સમય મુજબ બપોરે 2-20 વાગ્યે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ભૂપેન્દ્ર પટેલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, પૂર્વ સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ સહિત ભાજપના તમામ ટોચના નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંડળમાંથી કોની થઇ શકે બાદબાકી ?

સંભવિત નામો

  • નીતિન પટેલ
  • વિભાવરીબેન દવે
  • રમણ પાટકર
  • બચુભાઇ ખાબડ
  • કિશોર કાનાણી
  • વાસણભાઇ આહિર
  • ઇશ્વર પરમાર
  • પુરૂષોત્તમ સોલંકી
  • સૌરભ પટેલ
  • કૌશિક પટેલ
  • ધર્મેન્દ્રસિંહ જાડેજા
  • ભુપેન્દ્રસિંહ ચુડાસમા

હવે નવા મંત્રી મંડળની રચનાને લઈ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસ સ્થાને બેઠકનો દોર થાવત રીતે ચાલું છે. અલગ અલગ ધારાસભ્યો સાથે પાટીલ વન ટૂ વન બેઠકો યોજી રહ્યા છે. રાજકારણ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, 16 સપ્ટેમ્બરે નવુ મંત્રી મંડળ શપથ લઈ શકે છે, આ મામલે ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવાની પણ સ્પષ્ટ સૂચના પણ આપી દેવામાં આવી છે. આવતીકાલે તમામ MLAને હાજર રહેવા ફરમાન પણ કરી દેવામાં આવ્યું છે.

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળના સભ્યોની જાહેરાત દિલ્હીથી યાદી આવ્યા બાદ કરવામાં આવશે. બુધવાર સાંજ સુધીમાં આ નવા મંત્રીમંડળના સભ્યોનાં નામની જાહેરાત થઈ જવાની સંભાવનાઓ પણ દેખાઇ રહી છે. હાલના 22 મંત્રી પૈકી 11 મંત્રીનાં નામ પર કાતર ફરશે તેવી શક્યતાઓ પણ જોવાઇ રહી છે. જ્યારે મંત્રીમંડળમાં નવા 14 નામનો ઉમેરો થશે, તેવું પણ આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આમ, સમગ્ર મંત્રીમંડળનું પરિરૂપ લગભગ નવું જ રહેશે અને હાલના મંત્રીમંડળમાંથી પાંચ કે છ મંત્રી જ ફરી મંત્રીપદના શપથ લેશે તેવું લાગી રહ્યું છે.

પ્રધાનમંડળમાં કોને મળી શકે સ્થાન ?

સંભવિતોની યાદી

  • પ્રદીપસિંહ જાડેજા
  • રાકેશ શાહ
  • કીર્તિસિંહ વાઘેલા
  • નીમાબેન આચાર્ય
  • આત્મારામ પરમાર
  • દિલીપ ઠાકોર
  • કિરીટસિંહ રાણા
  • જયેશ રાદડિયા
  • શશીકાંત પંડ્યા
  • આર.સી. ફળદુ
  • રાજેન્દ્ર ત્રિવેદી
  • ગણપત વસાવા
  • કુંવરજી બાવળિયા
  • જવાહર ચાવડા
  • ૠષિકેશ પટેલ
  • બ્રિજેશ મેરજા
  • જયદ્રથસિંહ પરમાર
  • જીતુ ચૌધરી
  • મોહન ઢોડીયા
  • ગજેન્દ્રસિંહ પરમાર
  • અજમલજી ઠાકોર
  • અરવિંદ રાણા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સીએમ ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ ઘણા નવા ચહેરાઓ સાથે અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, જ્યારે આ સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.

ગાંધીનગર સ્થિત સી આર પાટીલના નિવાસસ્થાને કેટલાક ધારાસભ્યો તેમને ભુપેન્દ્ર યાદવને મળવા માટે આવી રહ્યા છે. બીજીતરફ બેઠકોનો દોર પણ યથાવત રીતે રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સવારથી જ પાટીલના નિવાસસ્થાને નેતાઓની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, ધારાસભ્ય અરુણસિહ, નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઈ અને મહુવાના ધારાસભ્ય મોહન ઢુડીયા મળ્યા છે. પાટીલના નિવાસસ્થાને મહામંત્રી પ્રદિપસિહ વાઘેલા અને રજની પટેલ પણ હાજર છે. પરતું ભુપેન્દ્ર પટેલનની સેનામાં કોને કોને મંત્રી પદ મળે છે અને કોને બહારનો રસ્તો મળે છે. તે હવે માત્ર એકાદ બે દિવસમાં જોવા મળશે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે માસ્ટર સ્ટ્રોક માર્યો છે.

READ ALSO

Related posts

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave

મોટા સમાચાર / આ તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર, નવી સરકાર ચૂંટણીને અનુલક્ષી રજૂ કરશે અંદાજપત્ર

GSTV Web Desk

બજેટ : જામનગરના બ્રાસ પાર્ટ ઉદ્યોગ પર લગાવેલી 5 ℅ ડ્યુટી મોદી સરકાર હટાવે

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!