દેશને નવા 15મા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મૂ મળ્યા છે ત્યારે આજે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત દિગ્ગજોએ મતદાન કર્યું હતું. એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડનો વિજય થયો છે આમ વૈકેયા નાયડુના જગદીપ ધનખડ અનુયાયી બનશે એટલે કે 14માં નવા ઉપરાષ્ટ્રપતિ બનશે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભા અને લોકસભા સહિતના કુલ 710 સાંસદોએ મતદાન કર્યું હતું જેમાં જગદીપ ધનખડ 528 વોટ મળ્યા હતા જ્યારે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને માત્ર 182 મત મળ્યા હતા તેમજ 15 વોટ કેન્સલ થયા હતા. બીજી તરફ ટીએમસીના લોકસભામાં 23 અને રાજ્યસભામાં 13 સભ્યો છે. આ રીતે કુલ 36 સાંસદો વોટિંગથી દૂર રહ્યા હતા.
Delhi | NDA candidate Jagdeep Dhankar won by 346 votes as he bagged 528 of the total 725 votes that were cast. While 15 were termed invalid, Opposition candidate Margret Alva received 182 votes in the election: LS Gen-Secy Utpal K Singh pic.twitter.com/ZNHcbmftAU
— ANI (@ANI) August 6, 2022
ઉલ્લેખનીય છે કે, સંસદમા આજે ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડનો 528 મતથી વિજય થયો છે જેના પગલે દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ બનશે. જગદીપ ધનખડ 11 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે.
READ ALSO:
- જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ
- ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…
- કેન્દ્ર સરકાર તેલંગણા સાથે ભેદભાવ કરતી હોવાનો કેસીઆરનો આરોપ
- મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવી એ ફ્રી રેવડી નથી વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે
- 28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી