GSTV
News World ટોપ સ્ટોરી

BIG BREAKING: પુતિનના નવા ફરમાનથી યુક્રેનથી વધુ રશિયામાં મચી અફરાતફડી! દેશ છોડીને જઈ રહ્યા છે લોકો! આ છે કારણ

યુક્રેન વિરુદ્ધ જંગ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ત્રણ લાખ રિઝર્વ સૈનિકોને એકત્ર કરવાનો આદેશ કર્યો છે. ત્યારે આ પરિસ્થતિમાં રશિયન સરકારે મોટો દાવો કર્યો છે કે અંદાજીત દસ હજાર રશિયન નાગરીક પોતાની સ્વેચ્છાથી સેનામાં ભરતી થવા માટે સામે આવ્યા છે, તો બીજી તરફ એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે સંખ્યાબંધ રશિયન નાગરીકો એ ડરથી દેશ છોડી રહ્યા છે કે તેમને યુદ્ધમાં ક્યાંક ઉતરવું ના પડે, ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પુતિન થોડાક દિવસોમાં વધુ આક્રમક બન્યા છે.

સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ વીડિયો

વ્લાદિમીર પુતિનના સૈનિકોની તૈનાતીવાળા આદેશ બાદથી સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ વીડિયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે સંખ્યાબંધ રશિયન નાગરીકો દેશ છોડીને પલાયન થઈ રહ્યા છે. પુતિનની જાહેરાત બાદથી જ લોકોને સમન્સ પાઠવીને આર્મીમાં ભરતી માટે બોલાવામાં આવી રહ્યા છે. પુતિનનો ત્રણ લાખ સૈનિકોનું એલાન એ સમયે આવ્યું છે કે જ્યારે રશિયા યુક્રેનના ચાર ભાગોને પોતાનામાં ભેળવવા માટેની તૈયારી કરી રહ્યું છે. આ માટે રશિયા શુક્રવારે આ વિસ્તારોમાં જનમત સંગ્રહ શરૂ કરવા જઈ રહ્યું છે. આ વિસ્તારોમાં રહેનારા લોકો 23-27 સપ્ટેમ્બરના રોજ પોતાનો મત આપી શકે.

24 કલાકમાં 10 લાખ લોકો સેનામાં જોડાવા માટે આગળ આવ્યા

રશિયાની સેનાએ કહ્યું કે, પુતિનની જાહેરાત બાદ 24 કલાકમાં 10 લાખ લોકો સેનામાં જોડાવા માટે આગળ આવ્યા, એક અહેવાલ મુજબ આર્મેનિયા ભાગી રહેલા દિમિત્રી નામના વ્યક્તિએ કહ્યું, હું જવા માંગતો નથી. યુદ્ધ. હું આ મૂર્ખ યુદ્ધમાં લડવા માંગતો નથી. જો કે, રશિયાનું કહેવું છે કે નાગરિકો દેશ છોડવાના સમાચારને અતિશયોક્તિપૂર્ણ ગણાવી રહ્યા છે.તેના ઘરની રિંગ વાગી. તેણે સાદા કપડામાં બે માણસોને તેના દરવાજા પર ઉભા જોયા, તેમના હાથમાં લશ્કરી દસ્તાવેજો હતા, જેના પર સેર્ગેઈને સહી કરવાનું કહેવામાં આવ્યું હતું.

વ્લાદિમીર પુતિને આંશિક રીતે 300,000 અનામત સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. જેમાં સેનામાંથી નિવૃત્ત થયેલા સૈનિકોનો પણ સમાવેશ થાય છે. રશિયામાં લશ્કરી તાલીમ ફરજિયાત છે. રશિયામાં 18 થી 27 વર્ષની વયના યુવાનોએ એક વર્ષ ‘ફરજિયાત લશ્કરી સેવા’ કરવી પડે છે. એક અંદાજ મુજબ રશિયામાં 20 લાખ રિઝર્વ સૈનિકો છે. આ એવા લોકો છે જેમણે ફરજિયાત લશ્કરી સેવા હેઠળ લશ્કરી તાલીમ લીધી છે. રશિયા લશ્કરી સેવા માટે લગભગ 25 મિલિયન લોકોને એકત્ર કરી શકે છે. જોકે, પુતિને માત્ર 3 લાખ સૈનિકોને એકત્ર કરવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ પુતિને સ્પષ્ટ કર્યું છે કે ફરજિયાત લશ્કરી સેવા હેઠળ તાલીમ લઈ રહેલા લોકોને યુક્રેનમાં લડવા માટે મોકલવામાં આવશે નહીં.

READ ALSO

Related posts

PFI પર પ્રતિબંધ / અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખે કહી આ મોટી વાત, જાણો

Hemal Vegda

ચેતવણી/ દુનિયાના આરોગ્ય સામે જોખમી કોરોના જેવો નવો વાયરસ પશ્ચિમ રશિયામાંથી મળ્યો, ચામાચિડિયામાં જોવા મળ્યા આ લક્ષણો

HARSHAD PATEL

રાજકારણ / 27 વર્ષનું સાશન છત્તાં ગુજરાતમાં આ બેઠકો તોડવામાં ભાજપ નિષ્ફળ, મોદી અને શાહની રણનીતિ પણ નથી રહી સફળ

pratikshah
GSTV