આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના પ્રમુખ અબુ હસન અલ-હાશિમી માર્યો ગયો છે. આ અંગેની જાણકારી ખુદ આતંકી સંગઠને આપી છે એટલું જ નહીં સંગઠને નવા પ્રમુખના નામની પણ જાહેરાત કરી દીધી છે.

આતંકી સંગઠનના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે અબુ હસન દુશ્મનો સાથે લડતા લડતા માર્યો ગયો છે. જોકે તેના મૃત્યુના સમય અને સ્થળ વિશે કોઈ માહિતી આપી ન હતી.
Islamic State group leader Abu Hasan al-Hashimi al-Qurashi killed in battle, replacement announced, reports AFP quoting spokesman
— ANI (@ANI) November 30, 2022
નોંધનીય છે કે, આતંકવાદી સંગઠન ISISનો ઉદય 2014માં ઈરાક-સીરિયા યુદ્ધ દરમિયાન થયો હતો. આ સમય દરમિયાન, ISએ આતંકવાદી કાર્યવાહી દ્વારા બંને દેશોના ક્ષેત્રનો મોટો હિસ્સો પોતાના અધિકારક્ષેત્ર હેઠળ લઈ લીધો હતો અને તેને સ્વતંત્ર રીતે ઈસ્લામિક સ્ટેટનો ભાગ જાહેર કર્યો હતો.
READ ALSO
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો
- GSTV Exclusive / અમદાવાદના આકાશમાં આ શું દેખાયું?, પરગ્રહવાસીઓ, ધૂમકેતુ કે કંઈ બીજું?
- જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો