GSTV

BIG BREAKING: ઈન્ડોનેશિયામાં કાળ બની ત્રાટક્યો ડેલ્ટા, 800 બાળકોના નિપજ્યા કરૂણ મોત: પરિસ્થિતિ અતિ ગંભીર!

Last Updated on July 26, 2021 by pratik shah

કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિએન્ટ ઈન્ડોનેશિયામાં બાળકો માટે કાળ બની ત્રાટક્યો છે. ગત અમુક સપ્તાહમાં ઈન્ડોનેશિયામાં કોરોનાથી ઘણા બાળકોનું મોત થયું છે, જેમાં 5 વર્ષથી ઓછી વયના બાળકો પણ સામેલ છે. ઈન્ડોનેશિયામાં બાળકોના મોતનો દર વિશ્વના અન્ય ઘણા દેશો કરતા વધુ છે. ઈન્ડોનેશિયાની સ્થિતિને જોતા સમગ્ર વિશ્વની ચિંતા વધી છે.

  • ઈન્ડોનેશિયામાં કાળ બની ત્રાટક્યો ડેલ્ટા વેરીએન્ટ
  • ઈન્ડોનેશિયામાં ૮૦૦ બાળકોના કોરોનાથી મોત થયા
  • ગત મહિને સૌથીવધુ બાળકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો
  • ૫ વર્ષથી આેછી વયના બાળકો પણ મૃતકોમાં

ગત મહિને સૌથીવધુ બાળકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો

અહીં એક સપ્તાહમાં જ કોરોનાને કારણે 100 થી વધુ બાળકોનું મોત થયું છે. ઈન્ડોનેશિયામાં હાલ કોરોનાના સૌથીવધુ કેસના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ઈન્ડોનેશિયામાં ગત અમુક સમયગાળામાં 30 લાખ જેટલા કોરોનાના કેસ સામે આવ્યા છે, જ્યારે 83 હજાર લોકોના મોત થયા છે. ઈન્ડોનેશિયામાં કોરોના મહામારી દરમિયાન અત્યારસુધીમાં 800 થી વધુ બાળકોનું મોત થયું હતું. જોકે સૌથીવધુ બાળકોના મોત ગત મહિને જ થયા છે.

વાઇરસ

ઈન્ડોનેશિયામાં કુલ કોરોનાના મામલાઓમાં 12.5 ટકા બાળકો

બાળકોના ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઈન્ડોનેશિયામાં કુલ કોરોનાના મામલાઓમાં 12.5 ટકા બાળકો છે. માત્ર 12 જુલાઈ સુધી ખત્મ થયેલા અઠવાડીયામાં જ 150 બાળકોના મોત નિપજ્યા હતા. જેમાંથી અડધા બાળકો 5 વર્ષથી ઓછી વયના હતા. ઈન્ડોનેશિયામાં હાલમાં કોરોનાના 30 લાખ મામલાઓ સામે આવ્યા છે. અને 83 હદજાર લોકોના મોત નિપજ્યા છે. ઈન્ડોનેશિયામાં કોરોના મહામારી શરૂ થયા પછી અત્યાર સુધી 800 બાળકોના મોત નિપજ્યા છે.

ભારતમાં કોરોનાના વિવિધ વેરિયન્ટના કેસ સામે આવતા ત્રીજી લહેરને લઇને ફરી ચિંતા પ્રવર્તી રહી છે… કોરોનાની બીજી લહેરે સમગ્ર ભારતમાં કેવી તબાહી મચાવી હતી તે સૌ કોઇ જાણે છે… કોરોનાથી થયેલા મોતના સાચા આંકડા ભલે સામે ન આવે… પરંતુ ખુદ સરકારે જાહેર કરેલા આંકડા મુજબ એપ્રિલ અને મે એમ ફક્ત બે મહિનામાં જ કુલ મોતના અડધોઅડધ મોત નિપજ્યા છે… આ બે મહિનામાં જ કોરોનાથી કુલ 1 લાખ 66 હજાર લોકો મોતે ભેટ્યા છે.

કોરોના

ભારતમાં કોરોનાની બીજી લહેરે મચાવેલી ભયાનક તબાહીની કળ દેશવાસીઓને હજુ સુધી વળી નથી. હોસ્પિટલમાં બેડ મેળવવા માટે વલખા મારતા લોકો… સ્મશાનમાં અવિરપણે સળગતી ચિતાઓ અને ઓક્સિજન સિલિન્ડર માટે દોડાદોડી કરતા દર્દીના સ્વજનોના દ્રશ્યો કોઇ ભૂલી શકે તેમ નથી… કોરોનાથી થયેલા મોતના સાચા આંકડા ભલે ક્યારેય સામે ન આવે, પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા જાહેર થયેલા આંકડાઓએ એ સાબિત કર્યું છે કે કોરોનાની બીજી લહેર ભારત માટે કેટલી ઘાતક નીવડી છે.

એપ્રિલ-2020 બાદ ભારતમાં કોરોનાથી થયેલા કુલ મોત પૈકી અડધોઅડધ મોત 2021ના એપ્રિલ અને મે મહિનામાં નિપજ્યા

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એટલેકે એનસીડીસીએ જાહેર કરેલા આંકડા મુજબ. એપ્રિલ-2020 બાદ ભારતમાં કોરોનાથી થયેલા કુલ મોત પૈકી અડધોઅડધ મોત 2021ના એપ્રિલ અને મે મહિનામાં નિપજ્યા છે. આ બે મહિનામાં જ કોરોનાને કારણે કુલ 1 લાખ 66 હજાર લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. આંકડાઓ મુજબ એપ્રિલ-મેમાં કુલ મોત પૈકી 41 ટકા મોત ફક્ત મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હી એમ 3 રાજ્યોમાં જ નિપજ્યા. દિલ્હી… કર્ણાટક અને પંજાબમાં 14 મહિનાઓમાં કુલ કોવિડ મોતના લગભગ 60 ટકા મોત એપ્રિલ અને મે મહિનામાં થયા.

કોરોના

એનસીડીસીના જણાવ્યા મુજબ એપ્રિલ-2020 અને મે-2021 દરમ્યાન કુલ 3 લાખ 29 હજાર 65 લોકોના મોત નિપજ્યા.જે પૈકી 1 લાખ 66 હજાર 632 મોત એપ્રિલ અને મે મહિનામાં થયા છે.એપ્રિલમાં કુલ 45 હજાર 882 લોકો મોતે ભેટ્યા. જ્યારે કે મે મહિનામાં કુલ 1 લાખ 20 હજાર 770 લોકોએ જીવ ગુમાવ્યો.તો જૂન મહિનામાં 69 હજાર 354 દર્દીઓના મોત સરકારી ચોપડે નોંધાયા… એપ્રિલ-મે અગાઉ એક મહિનામાં સૌથી વધુ મોત સપ્ટેમ્બર-2020માં કુલ 33 હજાર 35 નોંધાયા. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કોરોનાની પ્રથમ લહેર તેની ચરમસીમા પર હતી.જે બાદ હળવે હળવે પ્રથમ લહેરની અસર ઓછી થતી ગઇ.

READ ALSO

Related posts

પર્દાફાશ/ પાકિસ્તાનના ઇશારે ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવરતું, થયો આ ચોંકાવનારો ખુલાસો

Bansari

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!