આંધ્રપ્રદેશના અમલાપુરમમાં કોનસીમા જિલ્લાનું નામ બદલવાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લાનું નામ ન બદલવાની માંગ સાથે વિરોધ શરૂ થયો હતો ત્યારે હવે આ વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. વિરોધ પ્રદર્શનકારીઓ ઉગ્ર થઈને પરિવહનમંત્રી પી વિશ્વરૂપા અને ધારાસભ્ય પી. સતીશના ઘરને આગથી ફૂંકી માર્યા છે તેમજ પોલીસના એક વાહન અને બસને આગચાંપી દીધી છે એટલું જ નહીં પથ્થરમારોમાં 20 પોલીસજવાન ઘાયલ થયા છે.

વાસ્તવમાં કોનસીમાનું નામ બદલીને બીઆર આંબેડકર કરવાની વાત ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જેઈસીએ આજે મંગળવારે અમલાપુરમમાં સ્થાનિક કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. જોકે, મામલાની ગંભીરતાને જોતા પોલીસે આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી હતી પરંતુ તેમ છતાં પોલીસ હિંસક ટોળાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હતી.
મળતી માહિતી મુજબ, પથ્થરમારામાં DSP કોનસીમા બેભાન થઈ ગયા છે અને SP સુબ્બરેડ્ડી પણ ઘાયલ થયા છે .વિરોધ દરમિયાન પરિવહન મંત્રી પી. વિશ્વરૂપના આવાસને આગ ચાંપી દેવામાં આવી હતી. જો કે, આ દરમિયાન મંત્રી તેમના ઘરેથી નાસી છૂટ્યા હતા અને પરિવારના સભ્યોને પોલીસે બચાવી લીધા હતા.
READ ALSO
- શું આમિર ખાન સાથે કામ કરવા જઈ રહી છે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ? સામે આવી તસવીર
- ઘરના મુખ્ય દ્વાર સાથે જોડાયેલ છે તમારા ધનનું કનેક્શન, લગાવો આ 5 વસ્તુ તો ઘર રહેશે સમૃદ્ધ
- સપના ચૌધરી 3 કલાકના એક શોની ફી જાણીને લાગશે તગડો ઝટકો, હરિયાણવી ડાન્સર એક એક ઠૂમકાના વસૂલે છે લાખો રૂપિયા
- પંજાબમાં ‘આપ’ સરકારનું પ્રથમ બજેટ! 300 યુનિટ મફત વીજળીની કરાઈ જોગવાઈ, કોઈ નવા કર લાદવામાં નથી આવ્યા
- રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત