GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

BIG BREAKING: કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જોષીયારાનું થયું નિધન

કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જોષીયારાનું નિધન થયું છે. ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય પ્રધાન અનિલ જોશીયારાને વધુ સારવાર માટે ચેન્નઇ ખસેડવામાં આવ્યા હતા. અનિલ જોશીયારા છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત હતા. તેઓ છેલ્લા 10 દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. પરિવારમાં અને સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ છે.

મલ્ટી ઓર્ગન ફેલ થતા તેમનું નિધન થયું

ભીલોડા વિધાનસભા બેઠક પરથી કોગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું લાંબી બીમારી બાદ નિધન થયુ. કોરોના બાદ તેમને સારવાર માટે ચેન્નાઈ ખસેડવામાં આવ્યા હતા. બપોરે એક વાગ્યાની આસપાસ તેમનું નિધન થયુ. મલ્ટી ઓર્ગન ફેલ થતા તેમનું નિધન થયું હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે.

  • ભિલોડા ધારાસભ્ય ડો અનિલ જોષીયરાને ચેન્નાઇ વધુ સારવાર અર્થે ખસેડાયા હતા
  • ફેફસામાં વધુ તકલીફ થતા તબિયત લથડી હતી

તેઓ ચેન્નઈ ખાતે સારવાર લઈ રહ્યા હતા, કોરોના થતા હાલત ખરાબ થઈ હતી. ૬૯ વર્ષના ડો. જોષીયારા ઉત્તર ગુજરાતના આદિવાસી ક્ષેત્ર ભિલોડાથી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતા હતા.

ડો. અનિલ જોશિયારાની રાજકીય કારકિર્દી વર્ષ 1995થી શરૂ થઈ હતી. ભિલોડાથી ચૂંટણી લડીને જીત મેળવી હતી. તે સમયની ગુજરાત સરકારમાં વર્ષ 1995થી 1997 સુધી આરોગ્ય મંત્રી તરીકે રહ્યા હતા. વર્ષ 1998ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઉભા રહ્યા હતા પરંતુ તે સમયે તેમને ઉપેદ્ર ત્રિવેદી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 1998થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કમિટીના મંત્રી તરીકે પણ પદભાર સંભાળ્યો, ત્યાર પછી તેઓ સતત 4 ટર્મથી વિજય મેળવીને કોંગ્રેસની વિજય પતાકા લહેરાઈ હતી. વર્ષ 2002માં જીત, વર્ષ 2007માં જીત, વર્ષ 2012માં જીત અને 2017ની વિધાનસભામાં ચૂંટણી જીતીને ભિલોડા વિધાનસભામાં કોંગ્રેસનો દબદબો જાળવી રાખ્યો.

  • READ ALSO

Related posts

રાજ્ય સરકારની ઉંઘ ઉડી! વિશિષ્ટ શિક્ષકો હક્ક મેળવવા માટે અહિંસક આંદોલનના માર્ગે, ગાંધીનગરમાં બેઠકમાંલેવાયો નિર્ણય

pratikshah

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel
GSTV