ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે, આ વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ચૂંટણી વર્ષમાં આદિવાસીઓના નિર્ણાયક પ્રશ્નોના ઉકેલથી રાજ્ય સરકાર શરૂઆત કરતી હોય તેમ આદિવાસી ,જંગલ અને જમીનને લાગતો એક મોટો નિર્ણય સરકારે કર્યો છે.આદિવાસીની જંગલની જમીનના કેસ લેન્ડ ગ્રેબિંગ હેઠળ નહીં ગણાય તેવી જાહેરાત આદિજાતિ પ્રધાન નરેશ પટેલે જાહેરાત કરી છે. અને કહ્યું કે, જમીન માંગણીની અરજી પેન્ડિંગ હશે તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ નહીં થાય. આદિજાતિ વિસ્તારોમાંથી સમગ્રરીતે મળેલી રજૂઆતનાં આધારે આ નિર્ણય કરાયો છે.

- જંગલ જમીનની માગણી અરજી કરનાર આદિવાસી પર લેન્ડગ્રેબિંગ એક્ટ લાગું નથી થાય
- આદિજાતિ મંત્રી નરેશ પટેલનું મહત્વનું નિવેદન
- આદિજાતિ વિસ્તાર માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારો કરાયો
- જમીન માગણીની અરજી પેન્ડિંગ હશે તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ નહીં થાય
- આદિજાતિ વિસ્તારને મળેલી રજુઆત આધારે લેવાયો નિર્ણય
- જમીન માગણી માટેની અરજી અનિર્ણયિત હોય તેવા કિસ્સામાં કાયદો લાગુ નથી થાય
રાજ્યમાં સેંકડો આદિવાસીને જંગલની જમીન હજુ મળી નથી ત્યારે લેંડ ગ્રેબિંગના નામે અનેક આદિવાસીને હેરાન કરતા હોવાની ફરિયાદો મળી હતી. હાલમાં સેંકડો આદિવાસી જંગલની જમીન પર ખેતી કરી રહ્યા છે. આદિવાસીઓને 2006ના કાયદા મુજબ જંગલની જમીન મળવાનો હક હોય, રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં જંગલની જમીન બાબતે કાયદો સુધારણાની વાત કરી છે.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં