GSTV

BIG BREAKING: ટોક્યોમાં બજરંગ પુનિયાએ ઈરાનના પહેલવાને હરાવીને મુકાબલો જીત્યો, સેમીફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ

Last Updated on August 6, 2021 by pratik shah

પુરૂષોની ફ્રી સ્ટાઇલ કુ્સ્તીમાં ૬પ કિલોગ્રામ વર્ગમાં ભારતના બજરંગ પુનિયાએ સતત બે મુકાબલા જીતી સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બજરંગ પુનિયાએ કિર્ગિસ્તાનના પહેલવાર અરનાઝર અકમાતાલિવને હાર આપી કવાટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કવાટર ફાઇનલમાં ઇરાનના પહેલવાન ઘિયાસી ચેકા મુર્તઝાને પણ પછાડી બજરંગ પુનિયાએ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

ફાઇનલમાં પહોંચવા માટે તેનો સામનો અઝરબૈજાનના અલીયેવ હાજી સામે થશે

પ્રથમ રાઉન્ડમાં ઈરાની કુસ્તીબાજ એક પોઈન્ટ લઈને બજરંગ ઉપર 1-0ની લીડ મેળવી હતી. બીજી તરફ બજરંગે બીજા રાઉન્ડમાં 2-1ની લીડ લેવા માટે બે પોઇન્ટ મેળવીને શાનદાર વાપસી કરી અને મેચ જીતી લીધી. આ સાથે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું. ફાઇનલમાં પહોંચવા માટે તેનો સામનો અઝરબૈજાનના અલીયેવ હાજી સામે થશે.

બજરંગ પુનિયાએ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

હવે સેમિફાઇનલમાં અઝરબૈજાનના પહેલવાન સાથે મુકાબલો થશે.  કવાટર ફાઇનલ પહેલાની મેચમાં કીર્ગિસ્તાના પહેલવાન સામે બજરંગે શરુઆતમાં એક ઝીરોની બઢત મેળવી હતી. બાદમાં કિર્ગિસ્તાનના પહેલવાને એક અંક મેળવતા બરાબરી કરી હતી. પૂનિયાએ એ બાદ ફરી બે પોઇન્ટ મેળવતા ત્રણ એકની બઢત મેળવી હતી. બીજા રાઉન્ડમાં કિર્ગિસ્તાનના પહેલવાને ઉપરાછાપરી બે પોઇન્ટ મેળવી ત્રણ ત્રણથી બરાબરી કરી હતી. જો કે શરુઆતના પોઇન્ટના આધારે બજરંગે જીત મેળવી હતી.

દેશના સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે, તેમણે પ્રી-ક્વાર્ટર ફાઈનલના મુકાબલામાંઅરનાઝર અકમતાલીવને હરાવી દીધો છે. બજરંગ પુનિયાએ જીતની સાથે આગાઝ કર્યો છે. પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રામાં બજરંગ પુનિયા કિર્ગિઝ કુસ્તીબાજ અરનાઝર અકમતાલીવ સામે ટક્કર થઈ હતી.

આ વર્ષે માર્ચ મહિનામાં બજરંગે મંગોલિયાના તુલગા તુમુર ઓચિરને હરાવીને ગોલ્ડ મેડલ જીતવા માટે રોમમાં મેટેઓ પેલિકોન રેન્કિંગ શ્રેણીમાં વાપસી કરી હતી. તેણે કુસ્તીના 65 કિલો વિભાગમાં વિશ્વ નંબર 1 સ્થાન મેળવ્યું હતું.

આ મેચ 3-3થી બરાબરી પર હતી પરંતુ બજરંગ ટેક્નિકલ આધાર પર જીત્યો હતો. બજરંગે પ્રથમ સમયગાળો 3-1થી જીત્યો હતો. બીજા સમયગાળામાં, બજરંગે અકમતાલીવનો પગ પકડીને દાવ લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજો પગ હાથમાં ન આવવાથીચૂકી ગયો. છેલ્લી 30 સેકન્ડ સુધી પણ, બજરંગ બીજા સમયગાળામાં આગળ હતો, પરંતુ અકમાતાલિવે અચાનક આક્રમકતાની રમત દાખવતા બે વખત 1-1 પોઈન્ટ મેળવીને બરોબરી કરી લીધી હતી અંતે બજરંગને ટેકનિકલ આધાર પર વિજેતા જાહેર કરવામાં આવ્યા

READ ALSO

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!