GSTV
Cricket Sports ટોપ સ્ટોરી

BIG BREAKING: ઓસ્ટ્રેલિયના ભૂતપૂર્વ ક્રિકેટર Andrew Symondsનું કાર અકસ્માતમાં મૃત્યુ, ચાહકો શોકમાં

સ્પોર્ટ્સ જગત માટે ખરાબ સમાચાર છે.ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું નિધન થયું છે.મળતી માહિતી અનુસાર, એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં એક કાર અકસ્માતમાં મોત થયું હતું. તેને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

એન્ડ્રુ સાયમન્ડ્સના નિધન બાદ તેના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ભૂતપૂર્વ ખેલાડી શેન વોર્નનું પણ નિધન થયું હતું.

આ અકસ્માત રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો

એજન્સી અનુસાર, ક્વીન્સલેન્ડ પોલીસે જણાવ્યું કે, શહેરથી લગભગ 50 કિમી પશ્ચિમમાં હર્વે રેન્જમાં રાત્રે લગભગ 10:30 વાગ્યે એક અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ઝડપભેર કાર રોડ પર પલટી ગઈ હતી. એન્ડ્રુ સાયમન્ડ્સ કારમાં હતા.

આ અકસ્માતમાં એન્ડ્રુને ગંભીર ઈજાઓ થઈ હતી

પોલીસે જણાવ્યું કે અકસ્માત એલિસ રિવર બ્રિજ પાસે થયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ મારફતે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ એન્ડ્ર્યુ સાયમન્ડ્સને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ નિષ્ફળ ગયા. ડૉક્ટરોએ જણાવ્યું કે આ અકસ્માતમાં સાયમન્ડ્સને ગંભીર ઈજાઓ થઈ હતી. કારમાં તે એકલો હતો. તમામ પ્રયાસો બાદ પણ એન્ડ્ર્યુને બચાવી શકાયો ન હતો.

એડમ ગિલક્રિસ્ટે દુ:ખ શેર કર્યું

46 વર્ષીય એન્ડ્ર્યુ સાયમન્ડ્સના મૃત્યુ બાદ તેના ચાહકો નિરાશ થયા છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે એક ટ્વિટ દ્વારા પોતાનું દુઃખ શેર કર્યું છે. તેણે કહ્યું કે તે ખૂબ જ પીડાદાયક છે.

આ વર્ષે ત્રણ ખેલાડીઓએ અલવિદા કહ્યું

ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ જગત માટે આ વર્ષ ખૂબ જ દુઃખદ રહ્યું છે. આ જ વર્ષે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રોડ માર્શ અને શેન વોર્નનું પણ મૃત્યુ થયું હતું. તે જ સમયે, એન્ડ્ર્યુના મૃત્યુ પછી, ચાહકોના હૃદય ભાંગી પડ્યા છે.

ક્રિકેટ જગતમાં આ રેકોર્ડ હતો

તમને જણાવી દઈએ કે એન્ડ્રુએ ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ, 198 વનડે અને 12 ટી-20 રમી હતી. આ સાથે 2003 અને 2007માં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ જીતમાં તેની મહત્વની ભૂમિકા હતી.

READ ALSO

Related posts

BIG BREAKING: ફ્લોર ટેસ્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે શિવસેનાની અરજી કરી મંજૂર, આજે સાંજે પાંચ વાગ્યે થશે સુનાવણી

pratikshah

એકનાથનો દાવો અમારા ગ્રુપમાં સંપૂર્ણ એકતા, અમારા જૂથમાં પૂરા 50 MLA, બધા તેમની મરજી અને રાજીપાથી આવ્યા

pratikshah

ઈટાલીના ટેનિસ ખેલાડી બેરેટ્ટિની પર કોરોનાનું ગ્રહણ, સંક્રમિત થતા વિમ્બલડનમાંથી બહાર થયો

Damini Patel
GSTV