GSTV
News World ટોપ સ્ટોરી

BIG BREAKING: યુએસની નૈશવિલ ક્રિશ્ચયન સ્કૂલમાં ફાયરીંગ, સાતના કરૂણ મોત

યુએસમાં ગોળીબારને રોકવા માટે બાઈડન સરકારે સખ્ત પગલાં કે પછી કડક કાયદો બનાવ્યો હોય પરંતુ યુએસમાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આવી જે એક ઘટના સામે આવી છે. આ ઘટના નૈશવિલ ક્રિશ્ચયન સ્કૂલની છે. જ્યાં ગોળીબારમાં સાત લોકોના કરૂણ મોત નિપજ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે હુમલાખોર એક યુવતી હતી.

મળતા અહેવાલ પ્રમાણે હુમલાખોર એક યુવતી

શંકાસ્પદ વ્યક્તિ સાઈડના દરવાજાના પ્રવેશદ્વાર દ્વારા બિલ્ડિંગમાં પ્રવેશી હતી. પોલીસે તેને બીજા માળે ઘેરી લીધી હતી. પોલીસે જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કરી દીધી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હુમલાખોરે ગઈકાલે ટેનેસીના નેશવિલેની એક સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ ઘણા લોકો ગોળીઓની ઝપેટમાં આવી ગયા હતા. ઘણા લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.

ગોળીબારની ઘટના રાષ્ટ્રની આત્માને ઠેસ પહોંચાડે છે : જો બાઈડન

શાળામાં ગોળીબારની ઘટના પર ચિંતા વ્યક્ત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગોળીબારની ઘટનાને રોગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકાએ ગોળીબારની હિંસા રોકવા માટે વધુ મજબૂત પગલાં લેવાની જરૂર છે. બાઈડને ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકામાં ગોળીબારની હિંસા રાષ્ટ્રની આત્માને નુકસાન પહોંચાડી રહી છે.  રાષ્ટ્રપતિએ યુએસ કોંગ્રેસને હથિયારો પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી છે.

શૂટરે સંખ્યાબંધ સ્થળ પર હુમલો કરવાની યોજના બનાવી

શૂટરે સંખ્યાબંધ સ્થળ પર હુમલો કરવાની યોજના બનાવી હતી. નેશવિલે પોલીસે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે કોન્વેન્ટ સ્કૂલ કોવેનન્ટ પ્રેસ્બિટેરિયન ચર્ચમાં ગોળીબારની ઘટના બની હતી. હુમલાખોરને MNPD (મેટ્રોપોલિટન નેશવિલ પોલીસ વિભાગ) દ્વારા ઘેરી લેવામાં આવ્યો હતો અને તેને ગોળી મારી દેવામાં આવ્યો હતો. પોલીસને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે શૂટરે ઘણી જગ્યાએ હુમલાની યોજના બનાવી હતી.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV