GSTV
Home » News » પેપર લીક કેસમાં મોટી સફળતા, ત્રણ રાજ્યમાંથી 3 આરોપીની ધરપકડ

પેપર લીક કેસમાં મોટી સફળતા, ત્રણ રાજ્યમાંથી 3 આરોપીની ધરપકડ

કેટલાય દિવસથી LRD પેપરલીક કૌભાંડના વણ ઉકેલ્યા પ્રશ્નોનો જવાબ મેળવવા ઇચ્છતી ગુજરાતની તપાસ એજન્સીને મોટી સફળતા મળી છે. જેમાં પેપર ફોડનાર દિલ્હીની ગેંગના 3 શખ્સોની ધરપકડ કરાઇ છે. આ ત્રણેય શખ્સોને મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા શખ્સોમાં એક શખ્સ વિનિત માથુર છે. જે દિલ્હીનો કરાલા ગામનો આરોપી છે. મહત્વની વાત એ છે કે 3 આરોપીમાંથી પોલીસે વિનીત માથુરને મીડિયા સમક્ષ હાજર કર્યો છે.

જ્યારે બાકીના તમામની પૂછપરછ ચાલુ હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. તો મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં આવેલા અશોક શાહુ નામના આરોપીને મોડી રાત્રે ગાંધીનગર લઇ આવવામાં આવશે. મળતી માહિતી મુજબ પકડાયેલા ત્રણ શખ્સો પૈકી વિનિત જ તમામ લોકોને પેપર બતાવવા માટે ગુપ્ત સ્થળે લઇ ગયો હતો. તો માહિતી એવી પણ મળી રહી છે કે 28 તારીખે અમદાવાદના આશ્રમ રોડની ખાનગી હોટેલ ખાતે મિટીંગ યોજાઇ હતી. જેમાં વડોદરાનો નિલેષ, અમદાવાદના નવા નરોડાનો સુરેશ અને દસક્રોઇના એક વ્યકિતનું નામ સામે આવ્યું છે.

આ મિટીંગમાં પોલીસ ભરતી બોર્ડનું પેપર લીક કરવાની ચર્ચા થઇ હતી. જે બાદ નિલેષ બાય એર જાય છે. અને બાકીના આરોપી સુરેશ અને અશ્વિન બાયર રોડ જાય છે. આ તમામ વ્યવસ્થા વિનિતે કરી હતી. હાલમાં તપાસ એજન્સી સામે દિલ્હીના 2થી 3 લોકેશન સામે આવ્યા છે. નોંધનીય છે કે મધ્યપ્રદેશથી ઝડપાયેલો આરોપી અશોક શાહૂ ભૂતકાળમાં અન્ય પેપર લીક કાંડમાં સંકળાયેલો છે. અને હાલમાં જામીન પર મુક્ત છે. મળતી માહિતી મુજબ આરોપીઓના ઘરની તપાસમાં તમામના ઘરેથી સરકારી પરીક્ષાનું સાહિત્ય પણ મળી આવ્યું છે.

Related posts

રાજ્યમાં 15 મી નવેમ્બરથી સત્તાવાર શિયાળાની શરૂઆત

Mansi Patel

રાજકોટમાં વધી રહેલાં રોગચાળાનાં વિરોધમાં કોંગ્રેસનાં દેખાવો

Mansi Patel

સુરતના સિલ્ક સીટી માર્કેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 15 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!