GSTV
India News Uncategorized ટોપ સ્ટોરી

BIG BRAKING / પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવથી પ્રજાને મોટી રાહત, ઈંધણના ભાવમાં મોટો ઘટાડો

કેન્દ્ર સરકારે આજે શનિવારે આમ પ્રજાને ભડકે બળતા ભાવથી મોટી રાહત આપી છે. પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. માહિતી આપતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, પેટ્રોલ પરની કેન્દ્રીય એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી છે પરિણામે પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે. બીજી તરફ એલપીજી ગેસની ઉંચી કિંમતોનો સામનો કરી રહેલી દેશની જનતાને કેન્દ્ર સરકારે રાહત આપી છે.. નવા દરો આજ રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે. તાજેતરમાં પીએમ મોદીએ લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે રાજ્યોને એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની સલાહ આપી હતી.

પેટ્રોલ
  • કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં લોકોને આપી મોટી રાહત
  • પેટ્રોલ-ડીઝલ અને LPG ના ભાવમાં ઘટાડો
  • પેટ્રોલ રૂપિયા 9.50 સસ્તુ થશે
  • ડીઝલના ભાવમાં રૂપિયા 7 નો ઘટાડો
  • રાંધણગેસના સિલિન્ડરમાં પણ મળી રાહત
  • ગેસના બાટલામાં રૂપિયા 200 ની અપાઈ રાહત
  • 1 વર્ષમાં લોકોને મળી શકશે 12 સિલિન્ડર

નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને કહ્યું છે કે જ્યારથી કેન્દ્રમાં પીએમ મોદીની સરકાર આવી છે, અમે ગરીબોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છીએ. અમે ગરીબ અને મધ્યમ વર્ગની મદદ માટે કેટલાક પગલાં લીધાં છે. આનું પરિણામ એ આવ્યું છે કે અમારા કાર્યકાળ દરમિયાન સરેરાશ મોંઘવારી અગાઉની સરકાર કરતાં ઓછી રહી છે. તેમણે કહ્યું છે કે દુનિયા આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. જ્યારે વિશ્વ કોરોના રોગચાળામાંથી બહાર આવી રહ્યું હતું, ત્યારે યુક્રેન કટોકટી ઊભી થઈ, જેના કારણે સપ્લાય ચેઈન અને ઘણા માલસામાનની અછત સર્જાઈ. તેના ઘણા દેશોમાં ફુગાવો અને આર્થિક કટોકટી ઊભી થઈ છે.

નિર્મલા

આ ઉપરાંત નાણા મંત્રીએ રાંધણ ગેસમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવતા એલપીજી ધારકોને પ્રતિ સિલિન્ડર 200 રૂપિયાની સબસિડીનું એલાન કર્યું છે.. આ રાહત વર્ષમાં 12 એલપીજી સિલિન્ડર પર મળશે.. જેના કારણે દેશના 9 કરોડ ગ્રાહકોને તેનો ફાયદો થશેનાણાં મંત્રીએ જણાવ્યું હતું કે જ્યાં આપણી આયાત નિર્ભરતા વધારે છે ત્યા અમે પ્લાસ્ટિક પ્રોડક્ટ્ માટે રોમટેરિયલ તથા મીડિયેટર્સ પર એક્સાઈસ ડ્યુટી પણ ઓછી કરી રહ્યા છીએ. આ ઉપરાંત સ્ટીલના કેટલાક રોમટેરિયલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે..

Related posts

અમેરિકામાં હવે કોઈ મહિલાઓ નહિ કરાવી શકે અબોર્શન, SCએ પોતાનો જ 50 વર્ષ જૂનો ચુકાદો બદલ્યો; લોકો રસ્તા પર ઉતર્યા

Damini Patel

મોટા સમાચાર / નોર્વેની રાજધાની ઓસ્લોના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર : 2ના મોત, 14 ઘાયલ

Karan

મહારાષ્ટ્રમાં મહાભારત / શું એકનાથ શિંદે સામે હથિયાર હેઠા મુકવા તૈયાર છે ઉદ્ધવ ઠાકરે? આડકતરી રીતે આપી દીધી આ ઑફર

Karan
GSTV