બોલિવૂડ એક્ટર અક્ષય કુમારના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અક્ષય કુમારે પોતે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ચાહકોને આ માહિતી આપી છે. બધાએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું છે. અક્ષય કુમાર કોરોના પોઝિટિવ હોવાના કારણે આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022નો ભાગ બની શકશે નહીં.

અક્ષય કુમારે ટ્વીટ કરીને લખ્યું, “હું ઇન્ડિયન પેવેલિયન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં સિનેમાને આગળ વધારવા માટે ખૂબ જ ઉત્સુક હતો, પરંતુ હું હવે તે કરી શકીશ નહીં, કારણ કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. હું આરામ કરીશ. તમને અને તમારી ટીમ અનુરાગ ઠાકુરને ઘણી શુભેચ્છાઓ. હું મારી જાતને બોવ મિસ કરીશ.”
Was really looking forward to rooting for our cinema at the India Pavilion at #Cannes2022, but have sadly tested positive for Covid. Will rest it out. Loads of best wishes to you and your entire team, @ianuragthakur. Will really miss being there.
— Akshay Kumar (@akshaykumar) May 14, 2022
આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અનેક રીતે ભારતનું નામ રોશન કરશે. આ પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ વખત ભારતને ‘કન્ટ્રી ઓફ ઓનર’નું સન્માન આપવામાં આવી રહ્યું છે. આ વખતે ભારતીય કલા સંસ્કૃતિની ઝલક પણ અહીં જોવા મળશે. આ ફિલ્મ ફેસ્ટિવલના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ દેશને (કન્ટ્રી ઓફ ઓનર)નું સત્તાવાર સન્માન મળી રહ્યું છે અને આ સન્માન ભારતને મળ્યું છે. આ સન્માન એવા સમયે મળી રહ્યું છે જ્યારે ફ્રાન્સ અને ભારત તેમના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 75 વર્ષનો થઈ ગયો છે અને આ વખતે આર માધવનની ફિલ્મ રોકેટરીને પ્રતિષ્ઠિત ફેસ્ટિવલના ‘વર્લ્ડ પ્રીમિયર’માં બતાવવા માટે પસંદ કરવામાં આવી છે.
READ ALSO
- પૃથ્વીરાજનો સેટ 12મી સદીનો બતાવવા આદિત્ય ચોપરાએ ખર્ચ્યા 25 કરોડ રૂપિયા, આ શહેરોની આબેહૂબ છબી બનાવી
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા
- માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
- સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો
- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો