ચાહકોની આતુંરતાનો અંત આવ્યો છે ટીવીનો સૌથી મોટો વિવાદાસ્પદ અને હિટ રિયાલિટી શોમાં સલમાન ખાને સ્પર્ધકોનું ભવ્ય સ્વાગત કર્યું છે. બિગ બોસની આ સિઝનમાં બ્યુટી ક્વિન માન્યા સિંહે પણ એન્ટ્રી કરી છે. માન્યા સિંહે કારકીર્દીને વેગ આપવા માટે આ શોમાં ભાગ લઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય તે શોમાં ગ્લેમર પણ ઉમેરશે.

માન્યાને શા માટે ન મળ્યું કામ
મિસ ઈન્ડિયા રનર અપ રહી ચૂકેલી માન્યા સિંહે શોમાં એન્ટ્રી વખતે ફેન્સને સંઘર્ષના સમય વિશે જણાવતા કહ્યું કે તેણે પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. લોકોને લાગે છે કે મિસ ઈન્ડિયા બન્યા પછી જીવન બદલાઈ જાય છે. ઘણા પૈસા મળે છે પરતું એવું કંઈ થતું નથી. મિસ ઈન્ડિયા રનર અપ બન્યા પછી પણ તેને કોઈ કામ મળ્યું નહિ અને હવે 2 વર્ષ પછી તેને ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયા બાદ આ તક મળી છે.
માન્યાએ કહ્યું કે સમય ભલે ગમે તેટલો આગળ વધે, પરંતુ લોકોની વિચારસરણી હજી પણ ગોરા રંગ પર જ અટકી છે. લોકો તેના શ્યામ રંગ પર ટિપ્પણી કરતા હતા. મિસ ઈન્ડિયા રનર અપ બન્યા પછી પણ તેના પિતા ઓટો રિક્ષા ચલાવે છે. તે પોતે તેના પિતાની ઓટોમાં મુસાફરી કરે છે.

સલમાન ખાન થયો માન્યાથી પ્રભાવિત
મૂળ યુપીની વતની માન્યા સિંહની વાત સાંભળી સલમાન ખાન ખુબ જ પ્રભાવિત થયો હતો. માન્યતા પણ પોતાની સંઘર્ષકથા સંભળાવતી વખતે થોડી લાગણીશીલ થઈ ગઈ હતી. માન્યાએ કહ્યું કે તેણે ક્યારેય હાર માની નથી. તે જીવનમાં આગળ વધવા માંગે છે. હવે તે આ શોમાં છે. તેની આ વાત સાંભળીને સલમાને કહ્યું કે તેને આ શો પછી બધું જ મળશે.
Also Read
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી