GSTV
Gujarat Government Advertisement

દુઃખદ/ કોરોનાથી બિગબોસની આ કન્ટેસ્ટન્ટના ભાઈની મોત, શેર કર્યો ઈમોશનલ પોસ્ટ

કોરોના

Last Updated on May 4, 2021 by Damini Patel

ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 14’ ચર્ચામાં આવેલી નિક્કી તંબોલીએ પોતાના ભાઈને ગુમાવી દીધો છે. ભાઈનું નિધન કોરોના વાયરસના કારણે થયું છે. એની જાણકારી એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા ફેન્સને આપી. નિક્કીએ ભાઈની ફોટો સાથે એક ઈમોશનલ પોસ્ટ લખી છે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા તંબોલીના ભાઈની સલામતી અને જલ્દી સારો થઇને ઘરે આવવા માટે પૂજા કરાવી હતી.

નિક્કીએ લખી ઈમોશનલ પોસ્ટ

નિક્કી તંબોલીએ ભાઈ સાથે ફોટો શેર કરતા એક ઈમોશનલ પોસ્ટ લખી છે . તેમણે લખ્યું, ‘અમારા માંથી કોઈ ન જાણતું હતું કે ભગવાન આજે સવારે તારું નામ લઇ લેશે. જીવનમાં હંમેશા તેને ખુબ પ્રેમ કર્યો, મૃત્યુ પછી પણ તમે પ્રેમ કરતા રહીશું. તને ગુમાવ્યા પછી અમારું દિલ તૂટી ગયું છે. તું એકલો નથી ગયો સાથે અમારો એક ભાગ લઇને ગયો છે. જે દિવસે ભગવાને તને ઘરે મોકલ્યો, તે અમારા માટે મેમરી છોડી.’

નિક્કીએ લખ્યું કે, તારો પ્રેમ પણ આગળ ગાઈડ કરશે. અમે તને જોઈ ન શક્યા, પરંતુ અમને ખબર છે કે તું હંમેશા અમારી સાથે રહેશે. આપણા પરિવારની ચેન તૂટી છે, કઈ પણ પહેલા જેવું નથી લાગી રહ્યું. જયારે ભગવાન એક-એક કરીને અમને બધાને બોલાવશે તો ત્યાં જ પોણી ચેન ફરી બનાવશે.

નિક્કીએ આગળ લખ્યું, “તમે અમને છેલ્લી વિદાય આપવાની તક ન આપી ન. ગુડબાય પણ કહ્યું નહિ. તમે ગયા છો, જ્યાં સુધી અમે જાણી શકીએ ફક્ત ભગવાન જ કેમ જાણે છે. અમે તમને લાખો વખત મિસ કરીશું, મિલિયન “ટાઇમ્સ તમારા માટે રડશું. મારી ઇચ્છા છે કે માત્ર પ્રેમ જ તને બચાવી શકે, તું અમને આ રીતે નહીં છોડ. અમે કોઈ દિવસ ફરી મળીશું. હું ભગવાનનો આભાર માનું છું કે જ્યારે તું આ પૃથ્વી પર હતો ત્યારે તને હંમેશા મારો ભાઈ બનાવ્યો, જયા ધરતી પર હતો. અમારી પ્રાર્થના અને હૃદયમાં હશો. ભગવાન તમારા આત્માને શાંતિ આપે. દાદા, હું તમને ખૂબ જ યાદ કરીશ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!