લોકોની વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી ફ્યુચર ગૃપ પ્રી-બુકિંગ સુપર સેવર વાઉચર યોજના લઈ આવી છે. આ યોજના પકંપનીની O2O (ઓનલાઈન ટૂ ઓફલાઈન) પહેલ અંતર્ગત છે. આ યોજનાનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોએ shop.bigbazaar.com પર 2500 રૂપિયાની ઓનલાઈન ચૂકવવા પડશે. જે બાદ ગ્રાહકોને શોપિંગ કરવા માટે 3000 રૂપિયાનું સુપર સેવર વાઉચર મળશે.

આ કૂપન દેશભરમાં સ્થિત તમામ બિગ બજારના સ્ટોર, બિગ બજાર જેન નેક્સ્ટ અવા હાઈપરસિટી સ્ટોર્સ પરથી પણ લઈ શકો છો. બિગ બજાર આ સુપર સેવર વાઉચર યોજના દ્વારા ગ્રાહકોને ‘સૌથી સારા 6 દિવસ’ દરમ્યાન 20% ઉપરની છૂટ આપે છે. આ કંપનીની પોતાની ઓનલાઈન ટ્રાફિકને ઓફલાઈન તરફ પણ લઈ જવા કોશીશ કરી રહ્યા છે. આ ‘સૌથી સારા 6 દિવસ’ 26 થી 31 જાન્યુઆરી વચ્ચે છે.
પ્રી-બુકિંગ સુપર સેવર વાઉચર રજુ કરવાની યોજનાનો સમય 10 જાન્યુઆરી 2021થી 25 જાન્યુઆરી 2021 વચ્ચે છે. ત્યારબાદ આ વાઉચરને રિડેમ્પશન 23 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી કરી શકાશે. ગ્રાહક બિગ બજારની વેબસાઈટ/એપ અથવા પાર્ટનર વેબસાઈટ/એપ દ્વારા પણ સુપર સેવર વાઉચર ખરીદી શકે છે.
આ સ્કીમમાં 2500 રૂપિયા ચૂકવીને ગ્રાહકને તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર 1000 રૂપિયાના ત્રણ વાઉચર મળશે, જેનું કુલ મૂલ્ય 3000 રૂપિયા હશે. આ વાઉચરને બિગ બજાર, FBB, ફૂડ બજાર અને હાઈપરસિટિ સ્ટોર્સ પર રિડીમ કરી શકે છે.

ગ્રાહક આ વાતનું ધ્યાન રાખે કે, વાઉચર જાહેર કરતા સમયે જે મોબાઈલ નંબર આપે તે સાચો અને સક્રિય હોય. કારણ કે આ વાઉચર માત્ર તે મોબાઈલ નંબર પર પ્રાપ્ત કરી શકાશે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એક વખત વાઉચર્સ ખરીદ્યા પછી પરત થશે નહીં.
વાઉચર રજૂ કર્યાના સમય દરમ્યાન પ્રતિ મોબાઈલ નંબર પ્રતિ ગ્રાહક માત્ર 2 સુપર સેવર વાઉચર જ રજૂ કરી શકશે. પ્રત્યેક ઈ-વાઉચરને પૂરી રીતે રિડિમ કરવું પડશે. ઈ-વાઉચરને આંશિક રૂપથી રિડીમ નહીં કરી શકાય. આ ઈ-વાઉચર્સને રોકડમાં પણ નહીં બદલી શકાય.
આ ઈ-વાઉચર તેલ, ઘી, ખાંડ, બેબી ફૂડ, સિગરેટ્સ, મોબાઈલ અને કંપનીના નિર્ણય અનુસાર બીજી અન્ય વસ્તુઓ ખરીદવા પર લીમીટ નથી. કંપની અનુસાર, આ ઓફર સાથે કોઈ બીજી ઓફર સામેલ નથી.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય