GSTV
Home » News » Video: આ મેચમાં કરાયો નવતર પ્રયોગ, અનોખી રીતે ટૉસ કરીને તોડી 141 વર્ષ જૂની પરંપરા

Video: આ મેચમાં કરાયો નવતર પ્રયોગ, અનોખી રીતે ટૉસ કરીને તોડી 141 વર્ષ જૂની પરંપરા

ક્રિકેટમાં કરવામાં આવેલા નવતર પ્રયોગ હંમેશા ચર્ચામાં રહ્યાં છે. મેચની શરૂઆતને રોચક બનાવવા માટે પરંપરાગત રીતે અલવિદા કહેવામાં આવે છે. આ કડીમાં બ્રિસબેનમાં બુધવારે જે થયું તે ક્રિકેટના પ્રશંસકોને રોમાંચિત કરી ગયુ.

હકીકતમાં 19 ડિસેમ્બરના રોજ પ્રતિષ્ઠિત ઓસ્ટ્રેલિયન બિગ બેશ લીગની શરૂઆત થઇ. આ લીગ ટી-20 લીગની આઠમી સીઝનની શરૂઆત બ્રિસબેન હીટ અને ગત વર્ષે ચેમ્પિયન બનેલી એડિલેડ સ્ટ્રાઇકર ટીમ વચ્ચે રમાઇ.

ચોંકાવનારી ઘટના એ ઘટી કે બંને ટીમના કેપ્ટન ક્રિસ લીન (બ્રિસબેન હીટ) અને ઇનગ્રામ(એડિલેડ સ્ટ્રાઇકર) મેચ પહેલાં ટૉસ માટે તો ગયા પરંતુ ટૉસ સિક્કો ઉછાળીને નહી પરંતુ બેટ ઉછાળીને કરાયો.

મેદાન વચ્ચે બંને કેપ્ટનો સામે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેથ્યૂ હેડને બેટ ઉછાળ્યું અને એડિલેડ સ્ટ્રાઇકરના કેપ્ટન કોલીન ઇનગ્રામે બેટ વાળો ઐતિહાસિક ટૉસ જીત્યો અને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો.

આઇપીએલમાં ક્રિસ લિન હાલ કલકત્તા નાઇટરાઇડર્સમાં છે. જ્યારે કોલિન ઇનગ્રામને એક દિવસ પહેલાં જ જયપુરમાં આયોજિત હરાજીમાં દિલ્હી કેપિટલ્સે 6.40 કરોડમાં ખરીદ્યો છે.

Read Also

Related posts

વિશ્વના આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન, જાણશો રહી જશો દંગ!

Path Shah

ટ્રમ્પના વહીવટી તંત્રે કર્યો આ નિર્ણય, ભારતીયોને કરશે વધુ અસર…

Path Shah

WC-2019 AUS VS BAN: ઓસ્ટ્રેલિયાને મેચમાં લડત આપીને હાર્યું બાંગ્લાદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!