GSTV
Home » News » પ્રચંડ બહુમતી મેળવી, હવે આકરા નિર્ણયો કયારે? શું કહે છે નરેન્દ્ર મોદીની જન્મકુંડળી

પ્રચંડ બહુમતી મેળવી, હવે આકરા નિર્ણયો કયારે? શું કહે છે નરેન્દ્ર મોદીની જન્મકુંડળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ ર૭ સપ્ટેમ્બર ૧૯પ૦ના સવારે ૧૧ વાગ્યે વડનગર(ગુજરાત) માં થયો છે, જે અનુસાર વૃશ્રિક લગ્નની કુંડળી બને છે તેમની બાયોગ્રાફી અને પારિવારિક સ્થિતિ અનુસાર તુલા લગ્નની જન્મપત્રી પ્રતીત થાય છે. મોદીના જીવન પર જયોતિષી શોધ બાદ કહી શકાય કે તેમનો જન્મ ૧૦.પ૦ કલાક પહેલા થયો હોવો જોઇએ કારણ કે વડાપ્રધાન બહારથી ગંભીર વ્યકિતત્વ ધરાવતા અને ઉંડા વિચારક પ્રતીત  થાય છે અને આંતરિક રીતે ઉંડા વિચારવાળા છે.  આવો સ્વભાવ ફકત શનિ-શુક્રની યુતી જ આપી શકે. જે તુલા લગ્ન અનુસાર પંચમેશ શનિનું એકાદશ ભાવમાં શુક સાથે હોવું અને પાંચમા ભાવ પર દૃષ્ટિ હોવું એ તાર્કીક ગંભીર અને ઉંડા મગજનો પરિચય આપે છે.

કુંડલીના ગ્રહો આપે છે મોટા પરિવારનો સંકેત

વડાપ્રધાનના પારિવારિક સ્થિતિનું વિવરણ જોઇએ તો તેમના સહિત કુલ ચાર ભાઇઓ અને એક બહેન છે. એ પણ તુલા લગ્નથી સ્પષ્ટ થાય છે. તૃતીયેશ બૃહસ્પતિનું શતભિષા નક્ષત્રમાં હોવું અને કુંભ રાશીમાં હોવું કુલ પાંચ ભાઇ બહેનોની સંખ્યા બતાવે છે. આ જન્મપત્રીમાં દશમેશ ચંદૃમા શનિના નક્ષત્રમાં બીજા સ્થાન પર બેઠેલા છે અને ચોથા સ્થાનના માલિક શનિ પણ શુક સાથે બેઠા છે. શનિ,શુક બંને પાંચ નંબરની રાશીમાં બેઠા છે એટલે અહીથી પણ કુલ પાંચ ભાઇ બહેનોનો સંકેત મળે છે.કારણ કે ચોથા સ્થાનનો શનિ પોતાના સ્થાનથી ષડાષ્ટક થઇ ચોથા સ્થાનમાં બેઠો છે. એટલે ચોથા ભાવ માટે કારક ન બની અહી બહેનની સંખ્યા માટે મારકનું કાર્ય કરે છે અને એક સંખ્યા બતાવે છે. સાથે સાથે મંગળ દશમેશ ચંદૃ યુતી ચાર ભાઇઓની સંખ્યાની સુચક છે. આ દૃષ્ટિએ વડાપ્રધાનની કુંડળી તુલા લગ્નની પ્રતીત થાય છે.

કુંડળીમાં નથી વિવાહી સુખ

વડાપ્રધાનના વિવાહી જીવનની વાત કરીએ સર્વવિદિત છે કે વડાપ્રધાનના લગ્ન તો થયા છે પણ તે પોતાના પત્ની સાથે રહેતા નથી. એટલે કે તેમણે વિવાહી જીવનનું સુખ મેળવ્યું નથી. તુલા લગ્નની જન્મપત્રીમાં જોઇએ તો અહી સપ્તેશ મંગળ સાતમાથી આઠમા સ્થાનમાં ચંદૃ સાથે વૃશ્રિક રાશીમાં જોવા મળે છે.અહી પણ મંગળ સાતમા ભાવ માટે મારકની ભૂમિકા ભજવે છે.એટલે એ વાત સ્પષ્ટ છે કે તેમની જન્મકુંડળીમાં વિવાહી સુખ નથી.

આ કારણોને લીધે બાળપણ મુશ્કેલીભર્યું વીત્યુ

વડાપ્રધાનની કુંડળીમાં દૃવાદશ સૂર્ય, બીજા ભાવમાં મંગળ અને પાંચમા ભાવે ગુરૂની પ્રબળતાથી પ્રારંભિક જીવનમાં મુશ્કેલીઓ સ્પષ્ટ બતાવે છે. અગિયારમા ભાવમાં શનિ શુકની યુતી જીવનના ઉતરાર્ધમાં ફળદાયી હોય છે અને તે જીવનના ઉતરાર્ધમાં જ બળવાન બને છે એટલે આ બંને ગ્રહ આ  જન્મપત્રીમાંના કારક જેમ જેમ ૩૮ થી૪૦ વર્ષની અવસ્થા વડાપ્રધાને પસાર કરી તેમ તેમ જીવનમાં પ્રગતિના રસ્તા ખુલવા લાગ્યા અને તેમની લોકપ્રિયતા અને સફળતા રાજકીય જીવનમાં પકડ બનાવતી ગઇ.

જાણો કયારે થશે વિરોધીઓ સકિય

વડાપ્રધાન મોદીની જન્મપત્રીમાં મંગળ ર૦રર પછી બહુ મોટો પ્રભાવી જણાય છે એટલે તેની પ્રબળતા વિરોધીઓની સકિયતાને સુચવે છે. સાથે સાથે નવાંશમાં મંગળ અને બૃહસ્પતિની પ્રબળતા વડાપ્રધાનના ૭ર વર્ષની અવસ્થા બાદ બહુ ખરાબ સ્થિતિનું સુચન કરે છે, જેમાં વિરોધીઓ બહુ સકિય બની જાય અને વડાપ્રધાનની છબિને બગાડવા માટે મહદઅંશે સક્ષમ હશે, જો કે અત્યારે વડાપ્રધાનની જન્મપત્રી પોતાની મજબૂતી ચરમસીમા પર છે અને તે સતત સફળતા પર આગળ વધી રહી છે.

આ કારણે ચમકશે વડાપ્રધાનનો સીતારો

ર૦૧૯ વડાપ્રધાન મોદી માટે બહુ જ સારૂ વર્ષ છે.આ વર્ષ ર૦૧૪ કરતા પણ વધારે સારૂ સાબિત થશે. વર્ષ કુંડળી અનુસાર મંગળની પ્રબળતા અને છઠા ઘરમાં સૂર્યનો મંગળ સાથે મુળ ત્રિકોણનો સંબંધ સ્થપાય છે જે એક મજબૂત શાસકના રૂપને દર્શાવે છે તે આકમક અને સખત કઠોર નિર્ણય લેવાવાળા શાસકના રૂપમાં દર્શાવે છે. આ વર્ષના કુંડળીના અકારક ગ્રહોની વાત કરીએ તો સિંહસ્થ બુધ બહુ નિર્બળ અવસ્થામાં છે અને ધનુનો શનિ પણ નિર્બળ અવસ્થામાં છે. બે બે અકારક ગ્રહોની આ નિર્બળ સ્થિતિ વડાપ્રધાનને નિર્વિરોધ સફળતા તરફ લઇ જાય છે.

મોદી કયારે લેશે કઠોર નિર્ણય

આ વર્ષની કુંડળીના નવમાંશની વાત કરીએ તો નવાંશામાં દસમ ઘરમાં ગુરૂની પ્રબળ સ્થિતિ અને અહી પણ છઠા ઘરમાં સૂર્યનો ગુરૂ મુળ ત્રિકોણ સંબંધ બનાવી ગુરૂની પ્રબળતાને મજબૂત કરીને મજબૂત શાસકની સ્થિતિ દર્શાવે છે. ૧૭ સપ્ટેમ્બર ર૦૧૯ પછી વડાપ્રધાન મોદી મજબૂત આત્મવિશ્વાસ સાથે આકમક અને બિનહરીફ નિર્ણયો લેશે જે દેશમાં ઐતિહાસિક ફેરફાર લાવશે. આગામી બે વર્ષ સુધી એટલે કે સપ્ટેમ્બર ર૦રર સુધી વડાપ્રધાન જનહિતના ફેંસલા સાથે કઠોર નિર્ણય લેશે,  જેમાં દેશના કાયદા, નિયમમાં મુળભુત પરિવર્તનના નિર્ણયો પણ હશે. જો કે મોદીનો આ સાહસિક અને બોલ્ડ નિર્ણયોનો સમય ર૦રર સુધી જ ચાલશે.

કયારે, કોના તરફથી મળશે પડકાર

વડાપ્રધાન મોદી ર૦૧૯ થી ર૦રર સુધી મોટાભાગે સફળ અને લોકપ્રિય શાસકના રૂપમાં કાર્ય કરશે, પણ સપ્ટેમ્બર ર૦રર પછી તેમનો જોરદાર વિરોધ થશે અને તેમની સામે કેટલાય આક્ષેપો કરવામાં આવશે.તેમના પક્ષમાં ઉઠતા સવાલોનો પણ સામનો કરવો પડશે. એટલે કે ર૦રર થી ર૦ર૪ વચ્ચેનો સમય વડાપ્રધાન મોદી માટે શુભ નહી કહેવાય. આ સમય તેમને માટે પડકારભર્યો અને તનાવભર્યો હશે.

READ ALSO

Related posts

બે મહિનાની બાળકીનું થયું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, તસવીરો જોશો તો આંખો થશે ભીની..

pratik shah

હાઉડી મોદી: PAK પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આતંક મુદ્દે નિર્ણાયક સમય, ટ્રમ્પનો સંપૂર્ણ સાથ

Riyaz Parmar

ઇસ્લામિક આંતક સામે લડવા માટે બન્ને દેશો તૈયાર, અમારી સરહદોની સુરક્ષા માટે કટીબદ્ધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!