કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કુસુમ યોજના ચાલુ કરવાણી જાહેરાત કરી છે. જેના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં સિંચાઇ માટે સોલર પંપ આપવામાં આવશે. જેનાથી દેશભરમાં ખેડૂતોને સિંચાઇમાં થઈ રહેલ મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે. કુસુમ યોજનાની જાહેરાત કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ 2018-19 માં કરવામાં આવી હતી. મોદી સરકારે કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન એટલે જે કુસુમ યોજના વિજળીના સંકટ સામે ઝજૂમી રહેલ વિસ્તારોને ધ્યાનમાં રાખીને શરૂ કરી હતી. સરકાર ખેડૂતોને સબ્સિડી રૂપે સોલર પંપ કુલ કિંમતમાંથી 60 % ભાવમાં આપશે.

શું છે કુસુમ યોજના
દેશામાં ખેડૂતોને સિંચાઇમાં બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અથવા તો વધારે કે ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ જાય છે, કેન્દ્ર સરકારની કુસુમ યોજનાની મદદથી ખેડૂતો તેમની જમીનમાં સૌર ઉર્જા ઉપકરણ અને પંપ લગાવી સિંચાઇ કરી શકે છે. આ યોજનાની મદદથી ખેડૂતો પોતાની જમીનમાં સોલર પેનલ લગાવી તેમાંથી બનતી વિજળીનો ઉપયોગ ખેતી માટે કરી શકે છે. ખેડૂતોની જમીન પર બનતી વિજળીનો ઉપયોગ ગામમાં વિજળી પૂરી પાડવા માટે પણ થઈ શકે છે.

કુસુમના પહેલા ચરણમાં ડીઝલ પંપ બદલવામાં આવશે
કુસુમ યોજનાના પહેલા ચરણમાં ખેડૂતોના માત્ર એ સિંચાઇ પંપોનો સમાવેશ કરવામાં આવશે, જે ડીઝલથી ચાલી રહ્યા છે. સરકારના અનુમાન અનુસાર આવા 17.5 લાખ સિંચાઇ પંપ છે, જેમને સૌર ઉર્જાથી ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેનાથી ડીઝલની માંગ અને ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવામાં મદદ મળશે.
આ યોજનાથી સરકાર ખેડૂતોને બે ફાયદા આપી સકશે. એક તેમને સિંચાઇ માટે મફત વિજળી મળશે અને બીજો, વધેલી વિજળી ગ્રિડને મોકલી તેમાંથી કમાણી કરી શકે છે. જો કોઇ ખેડૂત પાસે પડતર જમીન હોય તો, ખેડૂત તેનો ઉપયોગ સૌર ઉર્જા ઉત્પાદન માટે કરી શકે છે. જેમાંથી તેને આવક મળશે.

વિજળીની બચત થશે
સરકારનું માનવુંછ એ કે, જો દેશના બધાજ સિંચાઇ પંપોમાં સૌર ઉર્જાનો ઉપયોગ થવા લાગે તો, વિજળીની બચત તો થશે જ, સાથે-સાથે 28 હજાર મેગાવૉટ વધારાની વિજળીનું પણ ઉત્પાદન થઈ શકે છે. કુસુમ યોજનાના આગામી ચરણમાં સરકાર ખેડૂતોના ખેતરમાં અથવા ખેતરના શેઢા પર સોલર પેનલ લગાવી સૌર ઉર્જાનું ઉત્પાદન કરવાની મંજૂરી આપશે. જેના અંતર્ગત 10,000 મેગાવૉટના સોલર એનર્જી પ્લાન્ટ ખેડૂતોની પડતર જમીન પર લગાવવામાં આવશે.

કુસુમ યોજનાની મહત્વની વાતો
- સૌર ઉર્જા ઉપકરણ લગાવવા માટે ખેડૂતોએ માત્ર 10% રૂપિયા જ આપવાના રહેશે.
- કેન્દ્ર સરકાર ખેડૂતોના બેન્ક ખાતામાં સબ્સિડીની રકમ આપશે.
- સૌર ઉર્જા માટે પડતર જમીનો પર પ્લાન્ડ લગાવવામાં આવશે.
- કુસુમ યોજનામાં બેન્ક ખેડૂતોને 30% રકમ લોન રૂપે આપશે.
- સરકાર ખેડૂતોને સબ્સિડી રૂપે સોલર પંપની કુલ રકમની 60 % ટકા રકમ આપશે.