GSTV
Home » News » હવે આ 7 ભારતીય ભાષાઓમાં સીધુ સર્ચ કરી શકાશે ગૂગલમાં, શું છે ગૂગલ લેન્સ સુવિધા

હવે આ 7 ભારતીય ભાષાઓમાં સીધુ સર્ચ કરી શકાશે ગૂગલમાં, શું છે ગૂગલ લેન્સ સુવિધા

રાજધાની દિલ્હીમાં આજે એટલે કે ગુરૂવારે ગૂગલની વાર્ષિક ઈવેન્ટ ‘Google For India’ ચાલી રહી છે. ગૂગલ દ્વારા આ ઈવેન્ટમાં ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે, હવે સાત નવી ઈન્ડીક ભાષાઓમાં ગૂગલ પર સર્ચ કરી શકાય છે. જેમાં ગુજરાતી, મરાઠી, તમિળ, તેલુગૂ અને મલયાલીનો સમાવેશ થાય છે.

આ સાથે જ ગૂગલ ત્રણ નવી ભાષાઓમાં પણ ટ્રાન્સલેશનની સુવિધા આપશે. જેમાં તમિલ, તેલુગૂ અને મરાઠી ભાષાઓનો સમાવેશ થાય છે. ગૂગલની આ ભાષા સંબંધિત જાહેરાતો ખૂબજ મહત્વની ગણાય છે. આ સુવિધાઓથી સ્થાનીક લોકો માટે ગૂગલમાં સર્ચ કરવું સરળ થશે.

ગૂગલ લેન્સથી કરો ટ્રાન્સલેશન
આ સિવાય ગૂગલ લેન્સ દ્વારા ટ્રાન્સલેશનની સુવિધાઓ પણ આપવામાં આવી છે. તમે ગૂગલ લેન્સથી કંટેન્ટને સ્કેન કરી શકો છો અને માત્ર થોડી જ સેકન્ડ્સમાં ટ્રેઆન્સલેટેડ લેંગ્વેજ મળી જશે. ગૂગલ તરફથી ટ્રાન્સલેશન વધારે વ્યવહારિક બનાવવામાં આવ્યું છે.

ગૂગલ લેન્સ દ્વારા હિંદી, તમિલ, મરાઠી અને તેલુગૂમાં ટ્રાન્સલેટ પણ કરી શકાય છે. એટલું જ નહીં, તમે ટ્રાન્સલેટેડ ટેક્સ્ટને સાંભળી પણ શકો છો. સાથે-સાથે તમે કોઇ ટ્રાન્સલેટેડ વર્ડને ટેપ કરી તેના વિશે સર્ચ પણ કરી શકો છો.

Related posts

ના હોય! અહીં માનવીના મૃત્યુ થવા પર છે પ્રતિબંધ, કારણ જાણશો તો લાગશે નવાઇ

Bansari

નવી ડિઝાઇન અને લુક સાથે Suzukiએ લૉન્ચ કરી આ ધાકડ બાઇક, જોતાં જ લેવાનું મન થઇ જશે

Bansari

તમારુ ખિસ્સુ થશે ખાલી, આ કારણે જાન્યુઆરીથી વીમા પ્રિમિયમના આપવા પડશે વધારે રૂપિયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!