GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ખેડૂતો, MSME અને નાના વેપારીઓને મોદી સરકારની મોટી ભેટ, પહેલીવાર ફેરીયાઓને મળશે લોન

વિકાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં કૃષિ, એમએસએમઈ અને નાના વેપારીઓને લગતી મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. ફૂટપાથમાં વેપાર કરતા ફેરીયાઓને 10 હજાર સુધીની લોન, એમએસએમઈને 20,000 કરોડની સબસિડી અને કૃષિની 15 ફસલોને લઘુતમ સમર્થન મૂલ્ય આપવાની જાહેરાત કેબિનેટે કરી હતી. કેન્દ્ર સરકારના દાવા પ્રમાણે કેબિનેટના ત્રણ સેક્ટરને લઈને જે મહત્વના નિર્ણયો લેવાયા છે, તે દેશના 66 કરોડ લોકોને અસર કરશે.

14 પાકમાં ટેકાના ભાવ મળશે

કેન્દ્ર સરકારે વિવિધ 14 ફસલમાં ટેકાના ભાવ નક્કી કર્યા છે. સરકારના દાવા પ્રમાણે એના કારણે ખેડૂતોને 50થી 83 ટકા સુધી ફાયદો થશે. ગત વર્ષની તુલનાએ ભાવમાં મોટો ફરક પડતો નથી, પરંતુ ઉત્પાદન ખર્ચ સામે 50 ટકા જેટલો ફરક પડશે. ખેડૂતોને જે કૃષિ લોન અપાઈ હતી, તેમાં ઓગસ્ટ સુધી વ્યાજ ભરવામાંથી મુક્તિ અપાઈ છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 360 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી થઈ ચૂકી છે. ધાનની 95 લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે.16. 07 લાખ ટન દાળની ખરીદી કરાઈ છે. ખેડૂતોને જે ચાર ટકાએ લોન મળી છે, એનું વ્યાજ ઓગસ્ટ માસના અંત સુધી ભરવાનું રહેશે નહીં.

એમએસએમઈ માટે 20 હજાર કરોડ

માઈક્રો-સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) માટે સરકારે 20,000 કરોડની સબસિડી મંજૂર કરી છે. પ્રકાશ જાવડેકરે આ અંગે જાહેરાત કરતા કહ્યું હતું કે એમએસએમઈ ભારતના અર્થતંત્રમાં કરોડરજ્જૂ સમાન છે અને સરકાર એના વિકાસ માટે કટિબદ્ધ છે. એક કરોડનું રોકાણ અને પાંચ કરોડનું ટર્નઓવર હશે તેને લઘુ ઉદ્યોગમાં સ્થાન મળશે. 10 કરોડથી 50 કરોડનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગ એકમને નાના ઉદ્યોગમાં સ્થાન મળશે. 20 કરોડથી 250 કરોડનું ટર્નઓવર હશે તે ઉદ્યોગ એકમને મધ્યમ કદના ઉદ્યોગ એકમમાં સમાવાશે. તેનો અર્થ એ કે 250 કરોડ રૂપિયાના ટર્ન ઓવર સુધી મધ્યમ કદના ઉદ્યોગ એકમોને લાભ મળશે. નીતીન ગડકરીએ કહ્યું હતું કે 10,000 કરોડનું ફંડ વધારીને 50,000 કરાયું છે. એમાંથી સરકાર એમએસએમઈ ઈક્વિટી ખરીદશે. એનાથી શેરમાર્કેટને મજબૂતાઈ મળશે.

ફૂટપાથના વેપારીઓને ક્રેડિટ સ્કીમનો લાભ મળશે

કેબિનેટે મહત્વનો નિર્ણય ફૂટપાથના વેપારીઓ મુદ્દે પણ લીધો હતો. પાથરણાવાળાઓને સરકાર 10 હજાર રૂપિયા સુધીની લોન આપશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ખૂબ જ સરળ રીતે વેપારીઓને આ લોન મળશે. કોરોના વાયરસના કારણે આ વેપારીઓને બહુ જ મોટી અસર થઈ છે. તેમને ક્રેડિટ મળવાથી ફરી તેમનો ધંધો શરૂ થાય તે હેતુથી સરળ પ્રક્રિયાથી તેમને લોન અપાશે.

ખેડૂતો, એમએસએમઈ સેક્ટર અને ફેરીયાઓ માટે કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો ઃ ઓગસ્ટ સુધી કૃષિલોનમાં વ્યાજની છૂટછાટ ઃ 66 કરોડ લોકોને લાભનો દાવો

Read Also

Related posts

SBIમાં આટલા પદો પર બહાર પડી ભરતી, જલ્દી કરો! અરજી કરવા હવે ફક્ત આટલા જ દિવસ બાકી

Arohi

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે આ બાબતો ચેક કરવાનું ના ભૂલતા, જરૂરિયાત સમયે સારવારના ખર્ચની નહી રહે ચિંતા

Bansari

કામની ખબર: આધાર કાર્ડમાં સામાન્ય સુધારા કરવાના હોય તો પહેલાં જાણી લો આ નવો નિયમ,ફાયદામાં રહેશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!