GSTV

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળ્યો વેગઃ તૈયાર થઈ રહ્યા છે 4 માળની ઈમારત જેટલા ઊંચા થાંભલા, જાણો ક્યાં સુધી ચાલશે ટ્રેન

Last Updated on August 2, 2021 by Harshad Patel

બુલેટ ટ્રેનનું સ્વપ્ન ખૂબજ ઝડપથી સાકાર થવા જઈ રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ બુલેટ ટ્રેન ચલાવવા માટે રેલ માર્ગ માળખું તૈયાર કર્યું છે. તમને જણાવી દઈએ કે NHSRCL મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ પૂર્ણ કરી રહ્યું છે, જેને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કહેવામાં આવે છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વેગ મળ્યો

NHSRCLનું કહેવું છે કે તેમણે ગુજરાતના વાપી જિલ્લા નજીક પ્રથમ પૂર્ણ ઊંચાઈનો થાંભલો બનાવીને મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર નિર્માણમાં મહત્વનું પગલું ભર્યું છે. NHSRCL ના પ્રવક્તા સુષ્મા ગૌરે જણાવ્યું હતું કે NHSRCL એ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર ગુજરાતના વાપી નજીક ચૈનેજ 167 પર પ્રથમ સંપૂર્ણ ઊંચાઈના થાંભલાનું નિર્માણ કરીને તેના નિર્માણ કાર્યમાં મહત્વનું પગલું ભર્યું છે.

કોરોના સહિત અનેક પડકારો

આ ટ્રેનના માર્ગ પર 12 સ્ટેશન હશે જ્યાં તે રોકાશે. તેમાં મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી તેમજ ગુજરાતનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ કોરિડોરના સ્તંભોની સરેરાશ ઊંચાઈ આશરે 12-15 મીટર છે અને આ થાંભલાની ઊંચાઈ 13.05 મીટર છે, જે ચાર માળની ઈમારતની સમકક્ષ છે. NHSRCL ના પ્રવક્તાએ કહ્યું કે કોરોના વાયરસ મહામારી દરમિયાન મજૂરોની તીવ્ર અછત હોવા છતાં આ બાંધકામ પૂર્ણ થયું છે. આ દરમિયાન લોજિસ્ટિક્સ અને ચોમાસાના પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. આવનારા કેટલાક મહિનાઓમાં આવા ઘણા વધુ સ્તંભો બનાવવાની યોજનાઓ ચાલી રહી છે, જે દેશના પ્રથમ હાઇ-સ્પીડ રેલ કોરિડોરનો માર્ગ મોકળો કરશે.

મેટ્રો 2023 સુધી ચાલશે નહીં

જો કે, દેશમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે તે એક મુદ્દો બની ગયો છે, જેના વિશે પ્રશ્નો પૂછવા લાગ્યા છે. તાજેતરમાં, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આ દિવસોમાં ભારતીય રેલવે દરેક પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જે મોદી સરકારની મેગા યોજનાનો ભાગ છે. જેમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. જોકે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિવિધ કારણોસર 2023 સુધી દોડી શકશે નહીં. તેમણે કહ્યું હતું કે કોરોના મહામારી અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદનની ધીમી ગતિને કારણે પ્રોજેક્ટ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેએ 14 સપ્ટેમ્બર, 2017 ના રોજ 1.08 લાખ કરોડ રૂપિયાના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. બુલેટ ટ્રેન 320 કિમીની ઝડપે દોડશે અને મુંબઈ-અમદાવાદનું 508 કિમીનું અંતર લગભગ 2 કલાકમાં પૂરું કરશે. હાલમાં, આ બે શહેરો વચ્ચે ચાલતી ટ્રેનો લગભગ 7-8 કલાક લે છે, જ્યારે ફ્લાઇટથી એક કલાકનો સમય લાગે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!