બિહારના પશ્ચિમી ચંપારણના બગહામાં મોટો અકસ્માત થયો છે. એક બોટ નદીમાં ડૂબી જતા લોકો ગાયબ થયા છે. મળતી માહિતી મુજબ આ બોટમાં 25 લોકો સવાર હતા અને આ બોટ ગંડક નદીમાં ડૂબી ગઈ છે. ઘટનાની જાણ થતા જ તંત્રની ટીમ દુર્ઘટનાસ્થળ પર પહોંચી હતી, બીજી તરફ આસપાસના ઘાટો પર રેસ્કયુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 5 લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે. બીજીતરફ 20 લોકોની શોધખોળ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

અફડાતફરીનો માહોલ સર્જાયો
ઘટના બાદ સમગ્ર જગ્યા પર અફડાતફરીનો માહોલ સર્જાયો છે. દિયાર શહેર તરફથી મુસાફરોથી બરેલી બોટ આવી રહી હતી. બોટમાં ગણતરીની સંખ્યા કરતા વધુ લોકો સવાર હતા. આ કારણે નદીની ધારામાં બોટે સમતુલન ગુમાવ્યું અને ડૂબી ગઈ. આ ઘટના થવાનું કારણ ભેંસ અને અન્ય પ્રાણીઓ પણ સવાર હતા આ બોટ પર તેના કારણે આ ઘટના સર્જાઈ છે તેવું પ્રાથમિક અનુમાન છે.

NDRFની ટીમ સ્થળ પર હાજર
એસએચઓ આનંદ કુમાર સિંહે જણાવ્યું કે સવારે 9 વાગ્યે 25 લોકો બોટમાં સવાર હોવાની માહિતી મળી છે. તેમણે કહ્યું કે બોટમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાની અપેક્ષા છે. આ પછી પણ, સ્થાનિક ડાઇવર્સ અને NDRFની ટીમ નદીમાં ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે.

આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી
બિહારમાં ચોમાસુ સતત રીતે સક્રિય છે. આ કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બિહાર અને ઝારખંડમાંથી ટ્રફ રેખા પસાર થઈ રહી છે. તેના કારણે બિહારના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. સતત વરસાદને કારણે બાગમતી, ગંડક અને અધવરા જૂથની નદીઓ ખતરાના નિશાનથી ઉપરથી વહી રહી છે.
READ ALSO
- Dell અને Zoom બાદ હવે eBay પણ લોકોને ‘છોડી’ દેશે, આટલા કર્મચારીઓનો રોજગાર છીનવાશે
- ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનું નામ બદલાશે? ભાજપ સાંસદે પીએમ, અમિત શાહ અને સીએમ યોગીને લખ્યો પત્ર
- ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યાનો દાવો, ધ વોશિંગ્ટન પોસ્ટનો ચોંકાવનારો અહેવાલ
- સુરતમાં કાપડ ઉદ્યોગમાં ઇન્કમટેક્સના દરોડા, કાપડ ઉદ્યોગમાં જાણીતા ઉમર જનરલને ત્યાં સતત બે દિવસથી સર્ચ ઓપરેશન
- જો બાઈડેન બગડ્યા/ અમે સંઘર્ષ નહીં ઈચ્છતા પરંતુ જો અમને છંછેડશો તો અમેરિકા છોડશે નહીં, ચીન સીધી રીતે સમજી જાય