GSTV

ચીન હુમલો કરે તો તાઈવાનની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે અમેરિકા : જો બાઈડન

Last Updated on October 22, 2021 by Vishvesh Dave

છાશવારે તાઈવાનને ડરાવી રહેલા ચીનને અમેરિકન પ્રમુખ જો બાઈડને એવી ચેતવણી આપી છે કે, તેના કારણે આ બંને મહાસત્તાઓ વચ્ચે તનાવમાં વધારો થશે.

બાઈડને કહ્યુ છે કે, ચીન સામે અમેરિકા તાઈવાનની રક્ષા કરશે. અમે તેના માટે પ્રતિબધ્ધ છે. આમ અમેરિકાએ તાઈવાનને લઈને પોતાનુ શું વલણ હશે તે હવે સ્પષ્ટ થઈ ગયુ છે.

બાઈડનને એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં આ સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેના જવાબમાં બાઈડને કહ્યુ  હતુ કે, તાઈવાની રક્ષા માટે અમે પ્રતિબધ્ધ છે. આ પહેલા અમેરિકાએ તાઈવાન માટે ડિફેન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં સક્રિય હોવાનુ કહેલું છે પણ આ રીતે તાઈવાનની રક્ષા કરવાની વાત પહેલા કરી નથી.

ભૂતકાળમાં અમેરિકાએ તાઈવાનને તમામ પ્રકારની સૈન્ય સહાયતા કરવાની વાત અવાર નવાર દોહરાવી છે. તાઈવાનને અમેરિકા હથિયારો પણ પૂરા પાડતુ હોય છે. પણ આ રીતે તાઈવાનની રક્ષા કરવાની ગેરંટી અમેરિકાએ પહેલા આપી નથી.

જોકે બાઈડનના નિવેદન બાદ વ્હાઈટ હાઉસે કહ્યુ હતુ કે, તાઈવાનને લઈને અમેરિકાની નીતિમાં કોઈ બદલાવ થયો નથી. અમે તાઈવાનની આત્મરક્ષાનુ સમર્થ કરવાનુ ચાલુ રાખીશું અને હાલની જે સ્થિતિ છે તેમાં એકતરફી બદલાવનો વિરોધ કરવાનુ પણ ચાલુ રાખીશું.

ઉલ્લેખનીય છે કે, તાઈવાનને પોતાનો જ હિસ્સો માનતુ ચીન છેલ્લા કેટલાક સમયથી ગમે ત્યારે તાઈવાનને પોતાની અંદર ભેળવી દેવા માટે ધમકીઓ આપી રહ્યુ છે.

ALSO READ

Related posts

માઈ ભક્તો માટે ખુશખબર: આ તારીખથી ખુલશે અંબાજી મંદિરના દ્વાર, ઓનલાઇન બુકિંગ ફરજિયાત

GSTV Web Desk

અમિત શાહનો દાવો : સપાની સરકાર બનશે તો અખિલેશ યાદવ જયંત ચૌધરીને આપશે દગો, આઝમ ખાનને મળશે તક

GSTV Web Desk

મોટા સમાચાર / ભારત પર હાલ નથી ઘાતક NeoCov વાયરસનું જોખમ, જાણો કેમ ?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!