GSTV

અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે બિડેનની જીતની આયરલેન્ડમાં થઇ ઉજવણી, જાણો શું છે કનેક્શન?

Last Updated on November 9, 2020 by pratik shah

જો બિડેન ભલે આયરલેન્ડથી દૂર જતા રહ્યા હોય, પરંતુ તેમના પિતૃ દેશ આયરલેન્ડમાં તેમની જીતની ભવ્ય ઉજવણી કરાઇ હતી. એનું કારણ એ જ કે તેમના દાદા આજથી 200 વર્ષ પહેલાં આયરલેન્ડના બાસિનાને છોડી અમેરિકા ગયા હતા.

બિડેન

અમેરિકન રાષ્ટ્રધ્વજ સાથે કરાઈ ઉજવણી

ડબલિનથી 235 કિમી દૂર ઉત્તરપશ્ચિમમાં માયો કાઉન્ટીમાં અમેરિકન ધ્વજ સાથે લોકોએ ઉજવણી કરી હતી.શહેરમાં અનેક જગ્યાએ બિડેન-હેરિસના પોસ્ટરો વગાડવામાં આવ્યા હતા. અનેક દુકાનો ખુલ્લી હતી, પરંતુ કોરોનાવાઇરસના કારણે તમામ દુકાનો ખુલી ન હતી.

બિડેનના કઝીને વ્યક્ત કરી ખુશી

બિડેનના કઝીન અને પ્લંબિંગ એન્જીનીયર જોય  બ્લેવીટએ કહ્યું હતું કે અમારા દસ હજારની વસ્તીના નાના ગામડામાં બિેડનના સમાચાર મળતા જ લોકો ખુશીથી નાચી ઉઠયા હતા.’હવે બિડન અમેરિકાના પ્રમુખ બનશે,તેઓ ખુબ આનંદમાં છે. તેમને લાગે છે કે તેમનો નજીકનો માણસ અમેરિકાનો પ્રમુખ બન્યો છે’એમ તેમણે કહ્યું હતું.

બ્લેવીટને વ્હાઇટ હાઉસનું આમંત્રણ મળે તેવી આશા

2017માં પ્રમુખ બરાક ઓબામાએ બિડેનને કોંગ્રેસ્નલ મેડલ ઓફ ઓનર  આપ્યો હતો ત્યારે બ્લેવીટને અમેરિકાના વ્હાઇટ હાઉસ આવવા આમંત્રણ અપાયું હતું. બ્લેવિટને આશા છે કે આ વખતે ફરીથી બિડેન તેમને અમેરિકા બોલાવશે.2016માં બિડેનના ઉપ પ્રમુખ તરીકેના અંતિમ વર્ષો હતા ત્યારે તેમણે બાલિનાની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બિડેનના પરદાદા આયરલેન્ડથી અમેરિકા જય વસ્યા હતા

બિડેનના પરદાદાના દાદા એડવર્ડ મેકક્રેની આયરલેન્ડથી અમેરિકા ગયા હતા. તેઓ બ્રિક મેકર  અને સિવિલ એન્જીનીયર હતા જેમણે આયરલેન્ડનો નકશો તૈયાર કર્યો હતો. બિડેનના 16 પરદાદાઓ પૈકી દસ આયરલેન્ડમાં જન્મ્યા હતા.બિડેનની જીત બેરિલ મેકક્રેની માટે પણ ખાસ હતી કારણ કે તેઓ પંદર વર્ષ સુધી આયરલેન્ડમાં રહ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બિડેન વ્હાઇટ હાઉસની પ્રતિષ્ઠાને પાછી લાવશે અને વંશિય સમસ્યાઓને દૂર કરશે.

કમલા હેરિસના મામાએ દિલ્હીમાં ઉજવણી કરી

અમેરિકાના સેનેટર અને ભાવિ ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસના નવી દિલ્હી ખાતે રહેતા મામા ગોપાલન બાલાચંદ્રને આજે કહ્યું હતું કે મેં તો પહેંલા જ એને કહી દીધું હતું કે તું આ વખતે જીતી જઇશ અને અમેરિકાની ઉપ-પ્રમુખ બનશે. 56 વર્ષની ભારતીય માતા અને જમૈકન પિતાની પુત્રી કમલા હેરિસ અમેરિકાની ઉપ પ્રમુખ બનનાર પ્રથમ  અશ્વેત, પ્રથમ દક્ષિણ એશિયન અને ભારતીય મૂળની  પ્રથમ મહિલા છે.તેના મામા બાલાચંદ્રને કહ્યું હતું કે કમલાની ઉપ પ્રમુખ તરીકેની ઉમેદવારી જ એક ઐતિહાસિક ક્ષણ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta

લાલુના લાલની મોટી જાહેરાત: સોશિયલ મીડિયા પર પોતાની જાતને ગણાવ્યા સેકન્ડ લાલૂ, કોઈ સમસ્યા હોય તો અમારી પાસે આવો

Pravin Makwana

અર્થતંત્ર / બજારમાં નહીં ફરતી થાય કડકડતી નોટો, ટોચના અર્થશાસ્ત્રીઓની સલાહ છતાં મોદી સરકારે લીધો આ નિર્ણય

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!