અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બિડેને ચીન સાથે સંબંધો સુધરે એવા સંકેતો આપ્યાના થોડા દિવસમાં જ ચીની સરકારના રાજકીય એડવાઈઝરે બિડેનને નબળા પ્રમુખ ગણાવ્યા હતા. ચીનની વિદેશ નીતિની થિંક ટેકના વડાએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું હતું કે બિડેન ગમે ત્યારે ચીન સાથે યુદ્ધ કરશે.
ચીની સલાહકારે બિડેનને લઇને કર્યો આ દાવો

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ નામના અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ઝેંગ યોંગનિયને કહ્યું હતું કે બિડેન અમેરિકાના નબળા પ્રમુખ સાબિત થશે. એટલું જ નહીં, ચીની સરકારના સલાહકારે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે બિડેન ટ્રમ્પ કરતાં વધારે ખતરનાક સાબિત થશે અને ચીન સામે ગમે ત્યારે યુદ્ધ શરૃ કરી દેશે.

ચીની વિદેશ નીતિને લગતી થિંક ટેંક ધ એડવાન્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ગ્લોબલ અને કન્ટેમ્પરરી ચાઈના સ્ટડીના વડા ઝેંગે ઉમેર્યું હતું કે ચીનની સરકારે બિડેનના નિવેદનો પર ભરોસો કરવો ન જોઈએ. બિડેનના ચૂંટાવાથી ચીન-અમેરિકાના સંબંધો સુધરશે એવો ભ્રમ પાળવા જેવો નથી. કારણ કે અમેરિકાને વધુ એક નબળા પ્રમુખ મળ્યા છે અને તે ચીન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોરને વધારે ઉત્તેજન આપશે.
વૈશ્વિક સ્તરે પાવર વધારવા માટે બગડયા બંને દેશોના સંબંધો

ચીની સરકારને વિદેશનીતિ બાબતે સત્તાવાર સલાહ આપતી થિંક ટેંકના આ વડાના નિવેદનથી ચીની સરકારની પોલિસી સ્પષ્ટ થઈ છે. ચીન-અમેરિકાના સંબંધો ખરાબ થવા પાછળ ટ્રમ્પ અને શિ જિનપિંગના બગડી ગયેલા સંબંધો પણ જવાબદાર ગણાતા હતા, બંને નેતાઓ એક-બીજાની ટીકા કરતા આવ્યા છે. ખાસ તો ટ્રમ્પ વારંવાર જિનપિંગને લઈને ટીપ્પણી કરતા હતા, પરંતુ ચીનના રાજદ્વારી સલાહકારના આ નિવેદન પછી એ સ્પષ્ટ થયું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધો વૈશ્વિક સ્તરે પાવર વધારવા માટે બગડયા છે અને એમાં તુરંત કોઈ જ સુલેહ નહીં થાય.
ઈલેક્ટેડ પ્રેસિડેન્ટ બિડેને ચીન સાથે સંબંધો સુધારવાના સંકેતો આપ્યા હતા. બિડેને હસ્તાંતર ટીમને સંબોધતી વખતે વિદેશનીતિ સહિતના મુદ્દા સ્પષ્ટ કર્યા ત્યારે કહ્યું હતું કે જો ચીન કાયદાનું પાલન કરશે તો બંને દેશોના સંબંધો સુધરશે. એ નિવેદનના થોડા દિવસમાં જ ચીનના નિવેદન પછી સમીકરણો ફરીથી બદલાઈ શકે છે.
Read Also
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ