GSTV
News World ટોપ સ્ટોરી

અમેરિકામાં મોંઘવારી ચાર દાયકાની ટોચે; સવાલ પૂછતાં ભડક્યા બાઇડેન, પત્રકારને ગાળો દીધી

ભારત હોય કે અમેરિકા કાગડા બધે જ કાળા હોય છે તેનો પુરાવો અમેરિકન પ્રમુખ જો બાઇડેને આપી દીધો હતો. પત્રકારે મોંઘવારી પર સવાલ પૂછ્યો તેના પગલે બાઇડેને અંકુશ ગુમાવ્યો હતો અને તેને ગાળો દીધી હતી. પત્રકાર પણ બાઇડેનના વલણથી સ્તબ્ધ થઈ ગયો હતો. જો કે પછી બાઇડેને ફોન કરી પત્રકાર સાથે વાત કરી દિલસોજી પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ફુગાવો ચાર દાયકાની ટોચે પહોંચ્યો છે ત્યારે પત્રકારે આ અંગે રાષ્ટ્રપતિ જો બાઇડેનને સવાલ પૂછતા તેમણે પિત્તો ગુમાવ્યો હતો. પત્રકારના મોંઘવારીના સવાલનો જવાબ આપવાના બદલે તેને દબાયેલા અવાજે સન ઓફ બીચ કહ્યો હતો.

બાઈડન

અહેવાલ મુજબ બાઇડેન પોતાના સલાહકારો સાથે અર્થ વ્યવસ્થા અંગે વાતચીત કરી રહ્યા હતા. પત્રકાર પીટર ડેકોયે બાઇડેનને સવાલ કર્યો હતો કે શું તમે ફુગાવા અંગે જવાબ આપશો. શું તમને લાગે છે કે ફુગાવો ૨૦૨૨ના મધ્યાવર્તી ચૂંટણી પછી રાજકીય જવાબદારી હશે.

તેના પર બાઇડેન કટાક્ષમાં કહે છે કે આ તો વાસ્તવમાં મોટી સંપત્તિ હશે. પછી તે અપશબ્દો બોલે છે.પત્રકાર આ વર્ષે યોજાનારા મધ્યાવર્તી ચૂંટણીની ફુગાવા પર પડનારી અસર અંગે વાત કરી રહ્યા હતા. તેના પર બાઇડેન ભડકી ગયા હતા. અમેરિકામાં ડિસેમ્બરમાં મોંઘવારી ખાસ્સી વધી છે. અમેરિકામાં મોંઘવારી ચાર દાયકાના ટોચના સ્તરે છે.

આ ઘટનાનો વિડીયો વાઇરલ થયા પછી પીટર ડેકોયનું પણ નિવેદન આવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે આ બનાવના કેટલાક કલાકો પછી બાઇડેનનો તેમના પર કોલ આવ્યો હતો. જેમા તેમણે જણાવ્યું હતું કે તેના સવાલથી તેમને વ્યક્તિગત રીતે ખોટું લાગ્યું નથી.

Read Also

Related posts

BIG BREAKING / મોરબી બાદ મહારાષ્ટ્રમાં રેલ્વે સ્ટેશનનો ફૂટ ઓવર બ્રિજ ધડામ, 20 મુસાફરો 60 ફૂટની ઉંચાઈથી નીચે પટકાયા

Hardik Hingu

Amul Milk Price: શું વધવાની છે Amul દૂધની કિંમત? જાણો કંપનીએ શું જવાબ આપ્યો

GSTV Web Desk

ભાવનગર / પીએમ મોદી પાલીતાણામાં ભાજપની જનસભાને સંબોધન કરશે

Nakulsinh Gohil
GSTV