GSTV
News World ટોપ સ્ટોરી

બાઈડનની મોટી જાહેરાત / અમેરિકા ખરીદશે ફાઈઝરના ૫૦ કરોડ વેક્સિન ડોઝ, આટલાં દેશોને આપશે દાનમાં

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરૂવારના રોજ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, ‘અમેરિકા ફાઈઝર પાસેથી 50 કરોડ વેક્સિન ખરીદશે અને 92 ઓછી તથા મધ્યમ આવકવાળા દેશ અને આફ્રિકન દેશોને દાન કરશે.’ આ ઐતિહાસિક નિર્ણયથી સમગ્ર વિશ્વને કોરોના સામેની લડાઈ લડવામાં મદદ મળશે.

pfizer vaccine

વ્હાઈટ હાઉસે બ્રિટનમાં જી-7 શિખર સંમેલનમાં બાઈડનની આ જાહેરાત અગાઉ જણાવ્યું કે, ‘આ એક દેશ દ્વારા વેક્સિનની સૌથી મોટી ખરીદી અને દાન હશે. આ વિશ્વને મદદ કરવાની અમેરિકાની પ્રતિબદ્ધતાનો હિસ્સો છે.’

JOE BIDEN

લોકોના જીવ બચાવવા અને કોરોના મહામારીનો અંત લાવવા એ આ દાનનો હેતુ

બાઈડન યુરોપની પોતાની પ્રથમ વિદેશ યાત્રાએ બ્રિટન પહોંચ્યા છે. તેમણે વિશ્વના અન્ય લોકતાંત્રિક દેશોને વેક્સિનેશન મામલે મદદ કરવાની વાત કહી હતી. આ દાનનો હેતુ લોકોના જીવ બચાવવા અને કોરોના મહામારીનો અંત લાવવાનું હોવાનું તેમણે જણાવ્યું હતું. અમેરિકા આ વેક્સિન ઓગસ્ટ 2021થી સપ્લાઈ કરશે. આ વર્ષે 20 કરોડ ડોઝ દેશોને સપ્લાઈ કરાશે, જ્યારે બાકીના 30 કરોડ ડોઝ 2022ના પ્રારંભિક 6 મહિનામાં સપ્લાઈ કરાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 10 વર્ષથી નાસતા ફરતા હત્યારાની ઓરિસ્સાથી કરી ધરપકડ

Nakulsinh Gohil

ડ્રેગનને હવે નાના દેશો પણ નથી ગાંઠતા? / ભારતની નજીકનો દેશ જેની વસ્તી માત્ર 9 લાખ તેણે ચીનને બતાવી આંખ

Hardik Hingu

જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો

Akib Chhipa
GSTV