GSTV

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Last Updated on December 4, 2021 by GSTV Web Desk

યુક્રેન અને રશિયાની સરહદ પર સતત તણાવ વધી રહ્યો છે. યુક્રેને શનિવારે દાવો કર્યો હતો કે, રશિયાએ સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો તૈનાત કર્યા છે અને જાન્યુઆરીના અંત સુધીમાં તેમાં વધારો થઈ શકે છે. બંન્ને દેશો વચ્ચેના તણાવ પર અમેરીકા પણ બાજ નજર રાખી રહ્યું છે.

અમેરીકાને ગુપ્તચર અધિકારીઓ પાસેથી માહિતી મળી છે કે રશિયા યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી કરવાની ફિરાકમાં છે અને તેની શરૂઆત 2022ની શરૂઆતમાં થઈ શકે છે. આ કારણે રશિયા યુક્રેનની સરહદ પર 1 લાખ 75 હજાર સૈનિકોને તૈનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. તેમાંથી અડધા કરતાં વધારે સૈનિકો યુક્રેનની સરહદ પર અલગ અલગ પોઈન્ટ પર તૈનાત છે.

આ વાતની જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સરકારના એક અધિકારીએ એક સમાચાર એજન્સીને નામ ન છાપવાની શરતે આપી છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ કહ્યું કે, જો રશિયા તરફથી યુક્રેન સામે કોઈ કાર્યવાહી થઈ તો બાઈડન પ્રશાસન તેમાં હસ્તક્ષેપ કરશે. બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને શુક્રવારે યુક્રેન પર હુમલાને લઈને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી આપી છે.

Read Also

Related posts

ગોવા ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચુકાદો, આ જમીનોના વેચાણ પર નહિ ભરવો પડે જીએસટી

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!