વેલિંગ્ટનમાં રમાયેલી ટી-20માં ભારતીય ટીમે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. યજમાન ન્યૂઝીલેન્ડે આ મેચ 80 રને જીતી લીધી. ભારતીય ટીમના બોલરોની આ મેચમાં જબરદસ્ત ધોલાઇ થઇ છે અને તે બાદ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ પણ ધબડકો વાળ્યો. રનને ધ્યાનમાં લઇએ તો આ ટીમ ઇન્ડિયાની સૌથી મોટી હાર છે.

ટીમ ઇન્ડિયાની શરમજનક હાર માટે ફેન્સ સ્વિંગ સ્પેશિયાલિસ્ટ ભુવનેશ્વર કુમારને જવાબદાર ઠેરવી રહ્યાં છે. ભુવનેશ્વર કુમારે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટી-20 મેચમાં ઘણો મોંઘો સાબિત થયો. ઓપનિંગ બેટ્સમેનોએ પણ અનુભવી બોલરની જબરદસ્ત ધોલાઇ કરી.
ભુવીના કરિયરનું સૌથી ખરાબ પ્રદર્શન
ભુવનેશ્વર કુમારે ચાર ઓવરમાં 11.75ની ઇકોનોમી રેટ સાથે 47 રન આપ્યા જે આ ફોર્મેટમાં તેના કરિયરનું સૌથી ખરાબ પ્રદર્શન છે. 2012માં તેણે પાકિસ્તાન સામે 46 અને 2018માં માનચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામે 45 રન આપ્યાં હતા.
બીજીવાર 35 કરતાં વધુ રન આપ્યાં
આ બીજી વાર બન્યું છે જ્યારે પાંચેય ભારતીય બોલરોએ પોતાના કોટમાં 35થી વધુ રન લૂટાવ્યાં હોય. ખલીલ અહેમદે 48, કૃણાલ પંડ્યાએ 37, હાર્દિક પંડ્યાએ 51 અને ભુવનેશ્વર કુમારે 47 રન આપ્યાં. તેની પહેલાં 2016માં વેસ્ટઇન્ડીઝ સામે ભારતીય બોલરોએ આટલા રન લૂટાવ્યા હોય.
Read Also
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…