GSTV

ખુશખબરી / ભારતીય સ્ટાર બોલરના ઘરે ગુંજી કિલકારી, પુત્રીના જન્મ બાદ ખેલાડીએ શેર કરી ગુડ ન્યૂઝ

Last Updated on November 24, 2021 by Zainul Ansari

ભારતીય ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારના ઘરે ખુશખબરી આવી છે. ભુવનેશ્વરની પત્ની નુપૂર નાગરે બુધવારે દિકરીને જન્મ આપ્યો છે. નવી દિલ્હીના હોસ્પિટલમાં નુપૂરે દિકરીને જન્મ આપ્યો છે, તેમને મંગળવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભુવનેશ્વર કુમાર તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ સામે ખતમ થયેલી ટી-20 સિરીઝનો ભાગ હતા. ટી-20 વર્લ્ડકપમાં ભુવનેશ્વર કુમાર ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ ન્યુઝીલેન્ડ સામે થયેલી સિરીઝમાં તેમણે સારું પ્રદર્શન કર્યું હતું.

ભુવનેશ્વર કુમાર ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી છે. જાણકારી અનુસાર ભુવનેશ્વર કુમારની દિકરીનો જન્મ બુધવારે સવારે 9 વાગે થયો હતો. ભુવનેશ્વર કુમાર અને નુપૂર નાગરના લગ્ન 23 નવેમ્બર 2017એ થયા હતા. નુપૂર નાગર દિલ્હીની પાસે જ નોઈડામાં રહે છે.

ન્યુઝીલેન્ડ સામે ખતમ થયેલી સિરીઝમાં ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી હતી જ્યારે ટી-20 વર્લ્ડકપમાં ભુવનેશ્વર કુમાર માત્ર પાકિસ્તાન સામે થયેલી મેચમાં રમી શક્યા હતા. ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહનું નિધન આ વર્ષે મે મહિનામાં થયું હતું. કિરણ પાલ સિંહ લાંબા સમયથી બીમાર હતા, જે બાદ તેમનું દેહાંત થયું હતું.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!