GSTV
Home » News » ભુતાનમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે આવ્યા બીજા એક મોદી, સર્જાયુ કુતૂહલ

ભુતાનમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે આવ્યા બીજા એક મોદી, સર્જાયુ કુતૂહલ

પાડોશી દેશ બે દિવસના પ્રવાસ પર ભૂતાન પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં કોઈ પણ પ્રકારની કમી ન રહી જાય તેમ ધ્યાન રાખ્યુ હતુ. ભૂતાનના વડા પ્રધાન લોટ્ટે શિરિંગ નરેન્દ્ર મોદીને આવકારવા માટે એરપોર્ટ પર જાતે પહોંચ્યા હતા, જ્યારે તે જ સમયે તેમને એરપોર્ટની સાથે શાહી મહેલમાં પણ ગોડ ઓફ હોનર આપવામાં આવ્યું હતું.

ભૂતાન પ્રવાસના પહેલા દિવસે જ્યારે ભારતીય વડાપ્રધાન એરપોર્ટથી રવાના થયા ત્યારે ભારત અને ભુતાનના ધ્વજ સાથે નાગરિકો રસ્તા પર ઉભા હતા. પીએમ મોદીની એક ઝલક મેળવવા અને તેમનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો રસ્તાની બંને બાજુ ઉભા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત દરમિયાન એક એવી ઘટના પણ બની જ્યારે બીજા મોદી તેમની સામે આવી ગયા.

પીએમ મોદીના સન્માનમાં બેંક્વેટ ગેટ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની છે. બેંક્વેટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદીની વડા પ્રધાનપદ સુધીની સફર જીવંત મંચ પર ઉભી કરવામાં આવી હતી. ભારતીય વડાપ્રધાનની સામે ભૂતાનના કલાકારોએ તેમના બાળપણથી જ વડાપ્રધાન પદ સુધી જીવનયાત્રાને જીવંત કરી હતી.

વડાપ્રધાન કાર્યાલયે પણ આ વીડિયોને ટ્વીટ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ઓગસ્ટે ભૂટાનની બે દિવસીય મુલાકાતે થિમ્પૂ પહોંચ્યા હતા. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે 9 કરાર થયા હતા. વડા પ્રધાન મોદીએ આ દરમિયાન રૂપેકાર્ડ પણ લોંચ કર્યુ હતુ.

તમને જણાવી દઈએ કે સતત બીજી વખત વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીની આ પહેલી ભૂટાન મુલાકાત છે. પ્રથમ વખત વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ભૂટાનની પહેલી વિદેશ યાત્રા કરી.

READ ALSO

Related posts

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!