GSTV
Home » News » સુષમા સ્વરાજની યાદમાં ભૂટાન નરેશે 1000 દિપક પ્રજવલ્લિત કરી શ્રદ્ધાંજલિ અર્પી

સુષમા સ્વરાજની યાદમાં ભૂટાન નરેશે 1000 દિપક પ્રજવલ્લિત કરી શ્રદ્ધાંજલિ અર્પી

ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની સ્મૃતિમાં ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે અહીં સ્થિત એક મઠમાં વિશેષ પ્રાર્થના કરી અને ઘીના એક હજાર દીપક પ્રગટાવ્યા હતા. સુષમાનું નિધન આ સપ્તાહની શરૂઆતમાં દિલ્હીમાં થયુ હતુ.

ભૂટાન નરેશના આદેશ પર ગુરૂવારે સિમ્ટોખા જોંગમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. નરેશે દિવંગત મંત્રીનાં પરિવાર અને ભારત સરકારને શોક સંદેશ મોકલ્યો હતો.

આ શોક સંદેશમાં પ્રધાનમંત્રી લોટે શેરિંગે કહ્યુ, સુષમા સ્વરાજનું નિધન ફક્ત ભારતીય જનતા પાર્ટી માટે જ નહી, પરંતુ આખા દેશ માટે બહુજ મોટી ક્ષતિ છે.

તેમણે કહ્યુ, તેઓ ભૂટાનનાં બહુજ સારા મિત્ર હતા. જેમણે ભૂટાન-ભારતનાં સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા.

વર્ષ 2014થી 2019 સુધી ભારતનાં વિદેશ મંત્રી રહેલાં સુષમા સ્વરાજે ભૂટાન સાથે મળીને કામ કર્યુ છે.

આ દરમ્યાન તેમણે ભૂટાનનાં દોસ્ત બનીને કાર્ય કર્યા અને બંને દેશો વચ્ચેનાં સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઘણું યોગદાન કર્યુ હતુ.

READ ALSO

Related posts

મીકાના સમર્થનમાં આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘હું કરીશ પાકિસ્તાનમાં પરફોર્મ, કોઇ રોકીને બતાવે’

NIsha Patel

આ ક્રિકેટરના ઘરમાં લાગી આગ, અંદર હતાં પત્ની અને બાળકો

Bansari

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!