GSTV
Home » News » …તો શિક્ષણમંત્રી થશે ઘરભેગા : ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો

…તો શિક્ષણમંત્રી થશે ઘરભેગા : ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો

૬ઠ્ઠી એપ્રિલ, ૧૯૮૦માં ભાજપની સ્થાપના થઈ ત્યારથી ગુજરાત ભાજપમાંથી એકમાત્ર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એવા અડીખમ યોદ્ધા સાબિત થયા છે કે, જેઓ સતત આઠવાર ધોળકાની બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. ભાજપ માટે હાલમા સંકટ મોચક નેતા છે. રૂપાણી સરકાર મુશ્કેલીમાં હોય ત્યારે ભુપેન્દ્રસિંહ અાગળ અાવે છે. ગુજરાત ભાજપના અા અડિખમ નેતા સામે મુશ્કેલી અાવી શકે છે. ભુપેન્દ્રસિંહ હાલમાં શિક્ષણ પ્રધાન છે. જેમની સામે હાઇકોર્ટમાં ઇલેક્શનમાં જીત મામલે પીટિશન થઈ છે. જેને ફગાવવાની શિક્ષણમંત્રીઅે કરેલી માગ હાઇકોર્ટે માન્ય રાખી નથી. જેને પગલે અાગામી દિવસોમાં અા કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગરબડ હોવાના દાવા સાથે અશ્વિન રાઠોડએ હાઈકોર્ટમાં ઇલેકશન પીટીશન કરી છે. જેને હાઈકોર્ટે સ્વીકારી લીધી છે. અાગામી દિવસોમાં ભૂપેન્દ્રસિંહ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.  ધોળકા વિધાનસભામાં ભૂપેન્દ્રસિંહ માત્ર 150 વોટથી જીત્યાં છે. અા જ સ્થિતિ સૌરભભાઈ પટેલની છે. અા બંને નેતાઅો હારતાં હારતાં બચી ગયા હોવા છતાં રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રીઅો છે. જેમની પાસે અઢળક પાવર છે. ભાજપ માટે સંકટમોચક છે. ભુપેન્દ્રસિંહ સામે હાઈકોર્ટમાં ચૂકાદો વિરોધમાં અાવ્યો તો શિક્ષામંત્રીનું પદ ગુમાવવું પડે તેવી સ્થિતિ અાવશે.

  • શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો
  • ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અરજીને ફગાવી 
  • વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ હાઇકોર્ટમાં આપ્યો હતો પડકાર
  • ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ ઇલેકશન પીટીશન રદ કરવા કરી હતી માંગ
  • ભુપેન્દ્રસિંહની રજૂઆત અને અરજીને હાઈકોર્ટે ફગાવી
  • ધોળકા વિધાનસભા બેઠક પર ૧૫૦ જેટલા મતોથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા થયા હતા વિજેતા
  • પોસ્ટલ બેલેટની ગણતરી માં ગરબડ હોવાના દાવા સાથે અશ્વિન રાઠોડએ હાઈકોર્ટમાં કરી છે અરજી 

પક્ષમાં સન્માનીય ગણાતા ચુડાસમાને ઘણીવાર સામા પ્રવાહે ચૂંટણીના સંજોગો વખતે પક્ષની પ્રાદેશિક નેતાગીરીએ તેમને અમદાવાદ શહેરની મજબૂત બેઠકો પરથી ઉમેદવારી કરવા સમજાવ્યા છે પણ તેઓ તેમના મત-વિસ્તારને, તેમના મતદારોને છોડીને અન્ય બેઠક પરથી ચૂંટણી લડવા ક્યારેય તૈયાર થયા નથી. બાપુના હુલામણા નામે ઓળખાતા ચુડાસમા કહે છે કે, જ્યાં વાવ્યું હોય ત્યાં લણવું જોઈએ ને! અામ અા નેતાઅે હંમેશાં ચેલેન્જને સ્વીકારી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમના વિરોધમાં જુવાળ છતાં તેઅોઅે ધોળકા બેઠક પરથી જ ચૂંટણી લડી હતી. જેમાં તેઅો માંડ માંડ જીત્યા હતા. અ

ધોળકા મત-વિસ્તારમાં ક્ષત્રિય મતદારો ઉપરાંત મુસ્લિમ અને દલિત મતદારો પણ મોટી સંખ્યામાં છે. ૧૯૮૦માં તેઓ ધોળકામાંથી ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ધૂરંધર ગણાતા પરષોત્તમ મકવાણા સામે ચૂંટણી લડ્યા હતા. તેમણે ૧૯૯૦માં કોંગ્રેસના પરષોત્તમ મકવાણા સામે ભવ્ય વિજય મેળવ્યો હતો. ૧૯૯૫માં તેઓ જીત્યાં હતા અને કેબિનેટ મંત્રી થયા હતા. ૧૯૯૮માં તેઓ પરાજિત થયા હતા પણ ફરી તેમણે ૨૦૦૨ની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. ૨૦૦૭માં હાર્યા બાદ તેમણે ફરીથી ૨૦૧૨ની ચૂંટણીમાં જીત મેળવીને રાજ્યના મહેસુલ- શિક્ષણ જેવા મહત્વના વિભાગોના મંત્રી તરીકે પ્રશંસનીય કામગીરી કરી હતી. હવે ભાજપના અા સંકટ મોચક પર સંકટ અાવ્યું છે.

Related posts

ગુજરાતમાં અભેદ સુરક્ષા વચ્ચે થશે મતગણતરી, જાણો અત્યાર સુધી કેવી છે સ્થિતિ ?

Arohi

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi

ભારતમાં લોકસભા ચૂંટણી દરમ્યાન ફેસબુકે આવી રીતે કરી અધધ કમાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!