GSTV
Gujarat Government Advertisement

ભુપેન્દ્રસિંહ મુશ્કેલીમાંઃ હાઇકોર્ટના જજ બગડ્યા, કહ્યું મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી

ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામેની ઇલેક્શન પિટિશનનો મામલામાં હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે કડક વલણ દાખવ્યું છે. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે કહ્યું છે કે, હું પાર્લામેન્ટની સામે ઇમ્પીચમેન્ટ ફેસ કરવામાં ઓછો હ્યુમિલીએટ થઈશ પણ જો કોઈ એવું એલિગેશન કરે કે કોર્ટ કોઈની પાછળ કામ કરે છે એ તો નહીં ચલાવી લેવાય. ભુપેન્દ્રસિંહ ચુડાસ્માએ સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટને લઈને કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલ ચિત્રજીત ઉપાધ્યાયને કહ્યું કે શું તમે ચીફ જસ્ટિસને રજૂઆત કરીને આ મેટર અન્ય બેન્ચ સમક્ષ મુકવા રજૂઆત કરવા માંગો છો? આ કોર્ટમાં પુરી પારદર્શિતાથી કાર્યવાહી થાય છે. એ બધાને ખબર છે, કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, નક્કી કરી લો. હું આ મેટરને નોટ બીફોર મી નહીં કરું. ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા એ ગુજરાત ભાજપના સંકટ મોચક છે. જેમના સામે ચૂંટણી સમયેની પીટિશનો થઈ છે. આ કેસમાં હાર થઈ તો ભૂપેન્દ્રસિંહનું મંત્રીપદ જોખમમાં મૂકાય તેવી સંભાવના છે.

ભાજપના અ઼ડીખમ યોદ્ધા મુકાયા છે મુશ્કેલીમાં

૬ઠ્ઠી એપ્રિલ, ૧૯૮૦માં ભાજપની સ્થાપના થઈ ત્યારથી ગુજરાત ભાજપમાંથી એકમાત્ર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એવા અડીખમ યોદ્ધા સાબિત થયા છે કે, જેઓ સતત આઠવાર ધોળકાની બેઠક પરથી ચૂંટણી લડ્યા છે. ભાજપ માટે હાલમા સંકટ મોચક નેતા છે. રૂપાણી સરકાર મુશ્કેલીમાં હોય ત્યારે ભુપેન્દ્રસિંહ આગળ આવે છે. ગુજરાત ભાજપના આ અડિખમ નેતા સામે મુશ્કેલી આવી શકે છે. પક્ષમાં સન્માનીય ગણાતા ચુડાસમાને ઘણીવાર સામા પ્રવાહે ચૂંટણીના સંજોગો વખતે પક્ષની પ્રાદેશિક નેતાગીરીએ તેમને અમદાવાદ શહેરની મજબૂત બેઠકો પરથી ઉમેદવારી કરવા સમજાવ્યા છે પણ તેઓ તેમના મત-વિસ્તારને, તેમના મતદારોને છોડીને અન્ય બેઠક પરથી ચૂંટણી લડવા ક્યારેય તૈયાર થયા નથી. બાપુના હુલામણા નામે ઓળખાતા ચુડાસમા કહે છે કે, જ્યાં વાવ્યું હોય ત્યાં લણવું જોઈએ ને! આમ આ નેતાએ હંમેશાં ચેલેન્જને સ્વીકારી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમના વિરોધમાં જુવાળ છતાં તેઓ ધોળકા બેઠક પરથી જ ચૂંટણી લડી હતી. જેમાં તેઓ માંડ માંડ જીત્યા હતા.

પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગરબડ હોવાનો છે મામલો

પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગરબડ હોવાના દાવા સાથે અશ્વિન રાઠોડએ હાઈકોર્ટમાં ઇલેકશન પીટીશન કરી છે. જેને હાઈકોર્ટે સ્વીકારી લીધી છે. આગામી દિવસોમાં ભૂપેન્દ્રસિંહ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. ધોળકા વિધાનસભામાં ભૂપેન્દ્રસિંહ માત્ર 150 વોટથી જીત્યાં છે. આ જ સ્થિતિ સૌરભભાઈ પટેલની છે. આ બંને નેતાઓ હારતાં હારતાં બચી ગયા હોવા છતાં રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી છે. જેમની પાસે અઢળક પાવર છે. ભાજપ માટે સંકટમોચક છે. ભુપેન્દ્રસિંહ સામે હાઈકોર્ટમાં ચૂકાદો વિરોધમાં આવ્યો તો શિક્ષામંત્રીનું પદ ગુમાવવું પડે તેવી સ્થિતિ આવશે.

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

પ્રિ-મોન્સૂનનો ફુગ્ગો ફૂટ્યો, એએમસીના દાવા સામે અનેક વિસ્તારોમાં ભરાયા ઘુટણસમાં પાણી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!