GSTV

BIG NEWS / ધોરણ 6થી 8ના વર્ગો ચાલુ કરવા રાજ્ય સરકારની તૈયારી, શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન

Last Updated on August 3, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં કોરોનાના કેસો ધીરે-ધીરે ઘટી ગયા છે ત્યારે રાજ્યમાં શાળાઓ પણ શરૂ કરી દેવાઇ છે. ત્યારે રાજ્યમાં ધોરણ 9થી 12ના ચાલુ કરાયેલા વર્ગો બાદ ધોરણ 6થી 8ના વર્ગો ચાલુ કરવા મુદ્દે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. જેમાં ધોરણ 6થી 8ના વર્ગો ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. ત્યારે રાજ્યમાં ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કર્યા બાદ હવે 6થી 8ના વર્ગો ચાલુ કરવાની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.’

school

ગુજરાતના 33 જિલ્લાઓમાં ટોપ ક્લાસ સ્કૂલો થશે શરૂ

રાજ્યમાં શિક્ષણના સ્તરને સુધારવા માટે ગાંધીનગરમાં એક વર્કશોપનું આયોજન થયું હતું. જેમાં મહત્વની ચર્ચા કરાઇ હતી કે, વર્લ્ડ બેન્ક એક્સલન્શ ઓફ સ્કૂલ માટે તમામ જિલ્લામાં બે સ્કૂલ તૈયાર કરવા માટે ગ્રાન્ટ આપશે. 300થી વધુ સંખ્યા ધરાવતી સ્કૂલને પ્રાધાન્ય આપવામાં આવશે. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ અધ્યક્ષતામાંGCERTC ખાતે બેઠક યોજી હતી.

સ્કૂલો
  • વર્લ્ડ બેન્ક એક્સલન્સ આેફ સ્કૂલ માટે આપશે ગ્રાન્ટ
  • તમામ જિલ્લામાં બે સ્કૂલ તૈયાર કરવા માટે ગ્રાન્ટ મળશે
  • ગાંધીનગરમાં શિક્ષણના સ્તરની ગુણવત્તા સુધારવા માટે વર્કશોપનું આયોજન

જેમાં અમદાવાદ, ખેડા, આનંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, જામનગર જિલ્લાના ઉચ્ચ અધિકારી બેઠકમાં હાજર રહ્યાં હતાં. સ્કૂલનો એજ્યુકેશન રેટ અને મકાનને ધ્યાનમાં રાખવામાં આવશે. ગ્રાન્ટ મેળવનારી શાળાઓમાં માત્ર પંચાયત અને કોર્પોરેશન હસ્તકની સ્કૂલનો સમાવેશ થશે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!