તેઓ માત્ર શિક્ષક નહીં મારા પરિવારજનો છે કહી ભૂપેન્દ્રસિંહે એક માંગણી હાલ પૂર્ણ કરી અને અન્ય…

સરકારે આકરા પાણીએ થયેલા શિક્ષકોને મનાવી લીધા છે. શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગર સર્કીટ હાઉસમાં હડતાળિયા કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. શિક્ષણ સંઘના ત્રણ આગેવાનો સાથે તેમણે વાટાઘાટો કરી હતી. જે બાદ શિક્ષકોએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. શિક્ષણ પ્રધાને કહ્યું છે કે તેમણે શિક્ષકોની માંગણીઓના હકારાત્મક ઉકેલની બાંયધરી આપી છે. પરંતુ ઘણા પ્રશ્નો હોવાથી શિક્ષકો ધીરજ અને સરકાર પર વિશ્વાસ રાખે. સરકાર વિવાદમાં નહીં પણ સંવાદમાં માને છે. શિક્ષણ પ્રધાને આક્ષેપ કર્યા કે કોંગ્રેસ ખોટો રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કરે છે.

આ સમયે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી કહ્યું હતું કે, સમસ્યાઓ કે પ્રશ્નોનો ઉકેલ આંદોલનથી આવતો નથી. જેથી શિક્ષકોના આંદોલનને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ ત્રણ સિનિયર મંત્રીઓની કમિટિ બનાવી છે. આ સરકાર સંવાદમાં માનનારી સરકાર છે. તમામ સમસ્યાનો ઉકેલ લાવ્યા છીએ. પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક તમામ સાથે તેમના મુશ્કેલ પ્રશ્નોનું નિરાકરણ ત્રણ મંત્રીશ્રીઓની કમિટિ આ મુદ્દાને સાંભળીને હકારાત્મક રીતે ઉકેલ લાવશે.

તેમણે કહ્યું કે, હાલમાં જ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ મળવા આવેલા તેમને હૈયાધારણા આપી છે. મુખ્યમંત્રીશ્રીએ કમિટિની રચના કરી હોય ત્યારે આવનારા દિવસોમાં બેઠક કરીને જે કોઈ હકારાત્મક ઉકેલ આવશે તે કરશે.

તેમણે શિક્ષકોને ઉચ્ચારીને કહ્યું હતું કે, તેઓ મારા શિક્ષક ભાઈ બહેન નથી તેઓ મારા પરિવારજનો છે. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ આ મુદ્દા પર રાજકીય રોટલા શેકી રહી છે. તેમણે ભૂતકાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજ્યસરકારે જ આનો ઉકેલ લાવેલો આજે પણ ઉકેલ લાવશે. આ માટે કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે. તેમની એક માગણી હતી કે કોમ્પયુટર સર્ટિફિકેટની મુદ્દત વધારી દેવામાં આવે જે 1 વર્ષ માટે વધારી દીધી છે. અને હું આશા રાખું છું કે આ આંદોલન હવે બંધ રહેશે. તેવું ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter