GSTV
Gir Somnath Trending ગુજરાત

નારાજગી / કોંગ્રેસના ધારાસભ્ય એટલે કોણ? આખા ગામને આમંત્રણ પણ સ્થાનિક ધારાસભ્ય બાકાત

કોંગ્રેસ

કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવ સહિત ગુજરાત સરકારના બે મંત્રીઓ ગીર વિસ્તારની મુલાકાતે છે ત્યારે તાલાલાના ધારાસભ્ય ભગા બારડે સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ નહીં મળતા નારાજગી વ્યક્ત કરી હતી. ભગા બારડે કહ્યું હતું કે વર્તમાન સરકાર અને કેન્દ્ર સરકાર ધારાસભ્યોનું માન સન્માન જાળવતી નથી.

ગીરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પ્રોજેક્ટ લાયન અંગે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી અને એક મહિનામાં પ્રોજેક્ટ લાયન માટે તમામ ગતિવિધિઓ પૂર્ણ કરવા વનતંત્રને આદેશ આપ્યો છે. આ ઉપરાંત વનમંત્રીએ ગીરના માલધારીઓ, હોટલ સંચાલકો, સ્થાનિક ખેડૂતોની સાથે પણ મુલાકાત કરી હતી.

માલધારીઓના પ્રશ્નોને હલ કરવા માટે પણ કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત સિંહોને રસીકરણ અંગે પણ ચર્ચા થઇ હતી અને રસીકરણ કરવા બાબતે વનવિભાગનું વલણ હકારાત્મક હોવાની વાત રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી અને ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના વનમંત્રીએ કરી હતી. આ ઉપરાંત સાસણ આવતા પ્રવાસીઓને મેંદરડા તરફથી સાસણ આવવા માટે રસ્તાની ખરાબ પરિસ્થિતિ છે. જેમાં યોગ્ય નિર્ણય લેવા માટે પણ આદેશ કરાયો હતો.

Read Also

Related posts

ગૂગલે લોન્ચ કર્યું આ નવું ફિચર, હવે લખાયેલા ગીતને ગૂગલ આપશે અવાજ

Akib Chhipa

દુષ્કર્મના વધુ એક કેસમાં આસારામ દોષિત જાહેર, જોધપુર જેલમાં જેલમાં બંધ આસારામને વીડિયો માધ્યમથી હાજર રખાયોઃ શું હતો દુષ્કર્મનો મામલો

HARSHAD PATEL

ઓડિશાના મંત્રીની અંગત કારણોસર થઈ હત્યા, પોલીસે જ ગોળી મારીને ઘટનાને આપ્યો અંજામ

GSTV Web Desk
GSTV