GSTV
Home » News » જસદણમાં જંગી બહુમતીથી જીતી જવાનો રૂપાણી સરકારના મંત્રીએ કર્યો દાવો

જસદણમાં જંગી બહુમતીથી જીતી જવાનો રૂપાણી સરકારના મંત્રીએ કર્યો દાવો

BJP

પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપના વળતા પાણી થતા ગુજરાત ભાજપના નેતાઓમાં સન્નાટો છવાયો છે. સાથે જ જસદણ પેટાચૂંટણી પહેલા ભાજપમાં બીક પેઠી છે ત્યારે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં પાંચ રાજ્યોના પરિણામો અને જસદણની પેટા ચૂંટણીનો મુદ્દો છવાયેલો રહ્યો. સરકારે દાવો કર્યો છે કે પાંચ રાજ્યોની ચૂંટણીનો પ્રભાવ જસદણ પેટાચૂંટણીમાં નહીં પડે. કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહે દાવો કર્યો કે જસદણમાં ભાજપ જંગી બહુમતિથી જીતશે. આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પાર્ટીના પદાધિકારીઓને બેઠક યોજાઈ હતી. જેમાં જસદણ પેટા ચૂંટણીના પરિણામ પર સમીક્ષા થઈ હોવાનું મનાય છે. આજે ભાજપ સંગઠન પ્રધાન ભીખુ દલસાણિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીગઢમાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આ ચૂંટણી પરિણામોની સીધી અસર જસદણ પેટા ચૂંટણી પર પડી શકે છે. હવે સૌ કોઈની નજર પેટા ચૂંટણી પર મંડાઈ છે. આ પેટા ચૂંટણી જીતવી ભાજપ માટે રાજકીય પ્રતિષ્ઠા બચાવી શકે કે પછી કોંગ્રેસ અહીં પણ બાજી મારશે. તે અંગે અત્યારથી રાજકીય અનુમાનો થવા માંડ્યા છે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ બાદ ગુજરાત ભાજપના નેતાઓ ફફડી ઉઠ્યા છે. તો જીતના કારણે કોંગી કાર્યકરોમાં નવો જોમ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણી પરિણામોથી કોંગ્રસને જીતનું ટોનિક મળ્યુ છે.

આગામી 20 ડિસેમ્બરે આયોજિત જસદણ વિધાનસભા પેટાચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. જસદણમાં કુલ બે લાખ 32 હજાર મતદારો છે અને 262 મતદાન મથકમાંથી 126 મતદાન મથકો સંવેદનશીલ છે. ત્યારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે હાફ સેક્સન એસઆરપી ટીમ મુકવામાં આવશે. પ્રથમ વખત વિધાનસભા બેઠક પર બે મહિલા મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. જસદણ પેટા ચૂંટણીની 20 તારીખે ચૂંટણી બાદ 23 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. કુંવરજી બાવળિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી પડી હતી.

READ ALSO 

Related posts

‘બીડીનું ઠુંઠુ કેમ ફેંકે છે ?’ કહેતા મહિલાને ઘચાઘચ છરીના ઘા મારી રહેંસી નાંખી

Mayur

દિવાળી પહેલા આ રાતે આંગળીઓ-નખ અને કોણીને બનાવો સુંદર, ફોલો કરો ઘરગથ્થુ ઉપચારની આ ટિપ્સ

Arohi

મોદીને માત્ર આર્ટિકલ 370 યાદ છે દેશના 93 ટકા બાળકોને મળતું ભોજન નહીં : કપિલ સિબ્બલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!