GSTV

ભુપેન્દ્ર પટેલ / ગુજરાતના નાથ બન્યા પહેલા જ કર્યું હતું આ મહત્વનું કામ, જાણો શું હતો એક્શન પ્લાન

Last Updated on September 13, 2021 by Pritesh Mehta

રાજયના મુખ્યમંત્રી તરીકે પસંદગી પામેલા ભૂપેન્દ્ર પટેલ જે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હતા એ સમયે જુની વી. એસ. હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે લેવામાં આવતા ચાર્જ ઝીરો કર્યા હતા. ઉપરાંત લોકોના પ્રશ્નોના ઝડપથી નિરાકરણ માટે દર મહિને બજેટ રિવ્યુ બેઠક કરી વિકાસકામો કેટલે પહોંચ્યા એ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરતા હતા.

ભુપેન્દ્ર

આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૨૦૧૦થી ૨૦૧૫ સુધી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની જવાબદારી સંભાળનારા ભૂપેન્દ્ર પટેલની રાજયના મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવતા મ્યુનિસિપલ વર્તુળોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ભુપેન્દ્ર

મ્યુનિસિપલ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ,એમની સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તરીકે વરણી કરવામાં આવ્યા બાદ જુની વી. એસ. હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે લેવામાં આવતા ૨૦૦થી પણ વધુ પ્રકારના ચાર્જ તેમણે ઝીરો કરાવી દીધા હતા. એ સમયે તેમણે કહ્યુ હતુ,વી. એસ. હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર લેવા આવે છે એ બાબતને ધ્યાનમાં રાખો. ઉપરાંત દર મહિને અધિકારીઓ સાથે બેઠક કરી વોર્ડ વિસ્તાર માટે બજેટમાંથી વિકાસકામો માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટ બાદ વિકાસકામોની શું સ્થિતિ છે? એ અંગે પણ સમીક્ષા કરતા હતા. ઔડાના ચેરમેન હતા એ સમયે મહેમદાવાદ સહીતના વિસ્તારોના વિકાસ માટે તેમના દ્વારા ડેવલપમેન્ટ પ્લાન પણ મંજુર કરાવવામાં આવ્યા હતા.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

Related posts

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!