GSTV

Big Breaking / સોમવારે બપોરે 2 કલાકે મુખ્યમંત્રી પદની શપથ લેશે ભૂપેન્દ્ર પટેલ, બે દિવસ પછી મંત્રીમંડળ વિસ્તરણ

bhupendra patel

Last Updated on September 12, 2021 by Zainul Ansari

ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે એટલે સોમવારે મુખ્યમંત્રી પદની શપથ લેશે. ગાંધીનગર ખાતે બપોરે બે કલાકે શપથગ્રહણ સમારંભ યોજાશે. જ્યારે તેના બે દિવસ પછી મંત્રીમંડળનું વિસ્તરણ થશે.

ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાથે મુલાકાત કરી છે. ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ દેવવ્રત આચાર્યને મળી સરકાર રચવાનો દાવો કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળી ધારાસભ્યોના સમર્થન સાથેનો પત્ર સુપ્રત કર્યો છે. ભૂપેન્દ્ર પટેલની સાથે કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ તેમજ ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર કે. કૈલાશનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા. આવતીકાલે એટલે સોમવારે શપથગ્રહણ સમારંભ યોજાઇ શકે છે.

ગુજરાતની કમાન ભૂપેન્દ્ર પટેલના હાથમાં

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે. ભૂપેન્દ્ર પટેલ ઔડાના ચેરમેન રહી ચુક્યા છે અને એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે ભુપેન્દ્ર પટેલ એક સક્ષમ ધારાસભ્ય છે અને તેમના નેતૃત્વમાં ભાજપ આગામી વિધાનસભામાં જ્વલંત સફળતા સાથે જીત મેળવશે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પેટલના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમના નામની જાહેરાતની સાથે જ સોશિયલ મીડિયા પર અભિનંદનનો ધોધ વહ્યો હતો. મોટા નેતાઓથી માંડીને સામાન્ય લોકોએ ગુજરાતના નવા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને શુભેચ્છાઓ આપી હતી.

અમિત શાહે આપી શુભેચ્છા

સુબ્રમણ્યમ સ્વામીએ આપી શુભેચ્છા

પરિમલ નથવાણી

જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ઘાટલોડિયા વિધાનસભામાંથી સૌથી વધારે લીડ સાથે જીત્યા હતા. ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન જૂથના સક્રિય ધારાસભ્ય છે. 2017માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. જ્યાં સૌથી વધારે લીડ સાથે તેઓ અહીંથી જીત્યા હતા. ૧.૧૭ લાખ મતોની લીડ સાથે ચૂંટણી જીત્યા હતા.

ALSO READ:

Related posts

શાબાશ ગુજરાત! રાજ્ય બન્યું દેશનું સૌથી મોટું મેન્યુફેક્ચરીંગ હબ, મહારાષ્ટ્રને પછાડીને નંબર વન નો તાજ મેળવ્યો

pratik shah

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah

હાહાકાર / દેશમાં શરૂ થઇ ઓમિક્રોનની દહેશત, 31 ડિસેમ્બર સુધી ‘લોકલાડીલા’ પ્રવાસન સ્થળોએ જાહેર કરાયો નાઈટ કરફ્યુ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!