GSTV

ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી કોના શિરે! જાણો કોની કરાશે બાદબાકી

bhupendra patel

Last Updated on September 14, 2021 by Bansari

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ હવે મંત્રી મંડળની રચનાને લઈને કવાયત ચાલી રહી છે. મંત્રીમંડળની રચનાની જવાબદારી કેન્દ્રિય પ્રધાન ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવતા તેઓ હાલમાં અમદાવાદમાં છે. તેઓ ગઈ કાલે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતાં. ગઈ કાલે રાત્રે એનેક્ષી ખાતે ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના મહાસચિવ બી.એલ.સંતોષ સાથે બેઠક કરી હતી. જ્યાર બાદ અમિત શાહ દિલ્હી પહોંચ્યા હતાં.

મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ નવા પ્રધાનમંડળની રચના માટે રાજકીય કવાયત તેજ

ભૂપેન્દ્ર યાદવએ અનેક્ષી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બી.એલ સંતોષ સાથે મહત્વની બેઠક પણ યોજી હતી. નોંધનીય છે કે, ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ નવા પ્રધાનમંડળની રચના માટે રાજકીય કવાયત તેજ બની છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમન બાદ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કોનો સમાવેશ થશે અને કોનુ પત્તું કપાશે તેવી રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.

મંત્રીમંડળની રચનાને લઇને હવે કેન્દ્રીય નીરીક્ષકો અને પ્રદેશના નેતાઓએ વચ્ચે મંત્રણાનો દોર પણ શરૂ થઇ ચૂક્યો છે. સૂત્રોના મતે, નવા મંત્રીમંડળમાં યુવાઓને તક અપાશે. એટલુ જ નહીં, 60 ટકા નવા ચહેરા હશે. બે-ત્રણ દિવસમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓની શપથવિધી યોજાય તેવા નિર્દેશ મળી રહ્યાં છે.

નવા મંત્રીમંડળમાં યુવાઓને તક અપાશે

મંત્રીમંડળની રચનાને  લઇને હવે કેન્દ્રીય નીરીક્ષકો અને પ્રદેશના નેતાઓએ વચ્ચે મંત્રણાનો દોર પણ શરૂ થઇ ચૂક્યો છે. સૂત્રોના મતે,  નવા મંત્રીમંડળમાં યુવાઓને તક અપાશે. એટલુ જ નહીં, 60 ટકા નવા ચહેરા હશે. બે-ત્રણ દિવસમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓની શપથવિધી યોજાય તેવા નિર્દેશ મળી રહ્યાં છે. 

નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો અને કોને પડતા મૂકવા તે અંગે કવાયત શરૂ થઇ છે. ભાજપના ટોચના સૂત્રોના મતે,  યુપી ફોર્મ્યુલા ગુજરાતમાં અપનાવવામાં આવશે નહીં. બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં નહી આવે. આ માત્ર રાજકીય અફવા પુરવાર થશે.

પાંચ- છ સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેમ છે

વિજય રૂપાણી સરકારમાં નબળી કામગીરી કરનારાં પાંચ- છ સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેમ છે. કેટલાંક મંત્રીઓ અમુક વિવાદોમાં સપડાયાં છે, જેના કારણે પક્ષ-સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ છે જેના કારણે તેમનુ પત્તુ કપાઈ શકે છે. જયારે સંગઠન સાથે તાલમેલ સાધી અને પ્રજાલક્ષી કામો કરી સારૂ પરર્ફોમન્સ કરનારાં મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. 

મંત્રીમંડળમાંથી કોનુ પત્તુ કપાશે

 • બચુ ખાબડ
 • વાસણ આહિર
 • કિશોર કાનાણી
 • યોગેશ પટેલ
 • ધર્મેન્દ્રસિંહ જાડેજા
 • ઇશ્વર પરમાર
 • વિભાવરી દવે
 • પુરૂષોતમ સોલંકી
 • કુંવરજી બાવળિયા

ભાજપના કેબિનેટમાં કોને સ્થાન મળી શકે છે

 • ગણપત વસાવા
 • પ્રદિપસિંહ જાડેજા
 • જયેશ રાદડિયા
 • દિલિપ ઠાકોર
 • ઇશ્વર પટેલ
 • આર.સી.ફળદુ
 • જયદ્રથસિંહ પરમાર

કયા નવા ચહેરોના તક મળી શકે છે

 • મનિષા વકીલ
 • હર્ષ સંઘવી
 • આત્મારામ પરમાર
 • કિરીટસિંહ રાણા
 • ઋષિકેષ પટેલ
 • શશિકાંત પંડયા
 • દુષ્યંત પટેલ
 • જીતુ ચૌધરી
 • ગોવિંદ પટેલ
 • અરવિંદ રૈયાણી

આ મંત્રીઓ યથાવત રાખવા કે કેમ તે અંગે વિચારણા ચાલે છે

 • કૌશિક પટેલ
 • સૌરભ પટેલ
 • જવાહર ચાવડા

એવી ય ગણતરી છે કે, મુખ્યમંત્રી તરીકેની ખુરશી પર બેસવાની તક ગુમાવનારા નિતિન પટેલને કેબિનેટ મંત્રીની ઓફર કરાય તેમ છે, પણ તેઓ સ્વિકારશે કે કેમ તે અંગે ભાજપના નેતાઓને શંકા છે. નીતિન પટેલને સરકાર અથવા સંગઠનમાં શું જવાબદારી આપવી તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહ ચુડાસમાને વિધાનસભાના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી શકે છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી નવા મંત્રીમંડળમાં સામેલ થાય તેવી પૂરેપુરી શક્યતા જોવાઈ રહી છે. કોરોના ઉપરાંત લેન્ડ ગ્રેબિગ એક્ટમાં ભૂમાફિયાઓ સામે કડક પગલા ભરનારા પ્રદિપસિંહ જાડેજાને કેબિનેટ મંત્રી બનાવી હાઇકમાન્ડ રાજકીય પ્રમોશન અપાશે.

ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 20થી વધુ મંત્રીઓને સામેલ કરી નવુ પ્રધાનમંડળ રચાશે તેવુ જાણવા મળ્યુ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને તમામ જ્ઞાતિ-સમાજને રાજકીય પ્રતિનિધીત્વ મળે તે આધારે મંત્રીમંડળ રચાશે.ટૂંકમાં નવા મંત્રીમંડળની રચનામાં આનંદીબેન પટેલ જૂથનો હાથ ઉપર રહેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

READ ALSO :

Related posts

ડ્રગ્સ કેસ/ મોડી પડેલી અનન્યા પાંડેને સમીર વાનખેડેએ ઝાટકી નાખી, કહ્યું- આ તમારું પ્રોડક્શન હાઉસ નથી

Damini Patel

PhonePe વાપરતા ગ્રાહકો માટે મોટો ઝટકો/ 50 રૂપિયાથી વધારેના મોબાઈલ રિચાર્જ પર ચુકવવો પડશે ચાર્જ, પ્રોસેસિંગના નામે લેવાશે ફી

Pravin Makwana

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!